શોધખોળ કરો

Mangal Dhillon Passed Away: રેખા અને ડિમ્પલ કાપડિયા સાથે કામ કરી ચૂકેલા જાણીતા એક્ટરનું નિધન, જાણો શું હતી બીમારી

Mangal Dhillon Passed Away: મંગલ ધિલ્લોનનો જન્મ ફરીદકોટના પંજાબી પરિવારમાં થયો હતો. તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ ત્યાંથી જ કર્યો. આ પછી તે પરિવાર સાથે ઉત્તર પ્રદેશ આવ્યા.

Mangal Dhillon Passed Away: હિન્દી અને પંજાબી ફિલ્મોના અભિનેતા મંગલ ધિલ્લોનનું આજે સવારે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. પંજાબના લુધિયાણા શહેરની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી અને આજે રવિવારે સવારે અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.

અભિનેતા યશપાલ શર્માએ મંગલ ધિલ્લોનના મૃત્યુની પુષ્ટિ કરી

એબીપી ન્યૂઝ સાથે વાત કરતા અભિનેતા યશપાલ શર્માએ મંગલ ધિલ્લોનના નિધનની પુષ્ટિ કરીને કહ્યું કે તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. લુધિયાણાની કેન્સર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હિન્દી અને પંજાબી ફિલ્મ ઉદ્યોગના સેલેબ્સ મંગલ ધિલ્લોન નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. અભિનેતાના નિધન પર ચાહકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

મંગલ ધિલ્લોનનો જન્મ ફરીદકોટમાં થયો હતો

મંગલ ધિલ્લોનનો જન્મ ફરીદકોટના પંજાબી પરિવારમાં થયો હતો. તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ ત્યાંથી જ કર્યો. આ પછી તે પરિવાર સાથે ઉત્તર પ્રદેશ આવ્યા. અહીંથી તે ફરીથી પંજાબ આવ્યા અને અહીંથી તેણે ગ્રેજ્યુએશન કર્યું.

મંગલ ધિલ્લોને તેની કારકિર્દીની શરૂઆત નાટકોથી કરી હતી

અભિનેતા હોવા ઉપરાંત, તેઓ લેખક અને ફિલ્મ નિર્દેશક પણ હતા. તેણે પોતાની અભિનય કારકિર્દી નાટકોમાં કામ કરીને શરૂ કરી હતી. તેમણે દિલ્હી અને ચંદીગઢના થિયેટરમાં કામ કર્યું અને પછી ફિલ્મો અને સિરિયલોની દુનિયામાં પ્રવેશ કર્યો. ઘણી હિન્દી ફિલ્મોની સાથે, તેણે ઘણી પ્રખ્યાત ટીવી સિરિયલોમાં પાત્ર અને નકારાત્મક ભૂમિકાઓ પણ ભજવી હતી.

મંગલ ધિલ્લોને ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મંગલ ધિલ્લોને રેખાથી લઈને ડિમ્પલ કાપડિયા જેવી પીઢ અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું. તેની પાસે ઘણી હિટ ફિલ્મો છે - જેમ કે 'ખૂન ભરી માંગ', 'દયાવાન', 'ઝખ્મી ઓરત', 'પ્યાર કા દેવતા' અને 'દલાલ'. તેણે પોઝિટિવથી લઈને નેગેટિવ સુધી લગભગ તમામ પ્રકારના પાત્રો ભજવ્યાઅને પોતાની એક અલગ ઓળખ બનાવી.

આ પણ વાંચોઃ

Gehana Vasisth Marriage: મુસ્લિમ બની આ હોટ એક્ટ્રેસ, જાણો કોની સાથે નિકાહ કરી અપનાવ્યો મુસ્લિમ ધર્મ 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
Embed widget