શોધખોળ કરો
Advertisement
બોલીવૂડના આ અભિનેતાને પત્ની 'પાપા' કહીને બોલાવે છે, એક્ટરે પોતે કર્યો ખુલાસો, જાણો
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ એક પ્રમોશનલ વીડિયો છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેતા મિલિંદ સોમન અને તેની પત્ની અંકિતા સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટર એક ચોંકવાનો ખુલાસો કર્યો છે. મિલિંદ સોમને કહ્યું, તેની પત્ની અંકિતા કુંવર ક્યારેક તેને પાપા કહીને બોલાવે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ એક પ્રમોશનલ વીડિયો છે. જેમાં અંકિતા અને મિલિંદ તેમનાં સોશિયલ મીડિયા પર લખેલી કોમેન્ટ્સ વાચતા જોવા મળે છે. તેઓ કોમેન્ટ્સનો જવાબ પણ આપે છે.
જેમાં એકે કમેન્ટ કરી હતી કે, અંકિતાએ મિલિંદને પાપા કહેવા જોઇએ. જેનાં પર મિલિંદ હળવું હસે છે અને કહે છે કે, ક્યારેક ક્યારેક તે મને કહે છે. તેમની ઉંમરનાં તફાવત અંગે પણ વાત કરતાં મિલિંદ કહે છે કે તેનાં અને અંકિતા વચ્ચે 26 વર્ષનું અંતર છે. આ અંતર એટલું છે જેટલું મારા અને મારી માતાની ઉંમરની વચ્ચે છે.
એક્ટર મિલિંદ સોમનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પત્ની અંકિતા કુંવરની સાથે તે વીડિયોમાં #FreeToLove કેમ્પેઇનનો ભાગ બન્યો છે. વીડિયોમાં મિલિંદ અને અંકિતા પોતાની જિંદગી સાથે જોડાયેલાં પ્રશ્નોનાં જવાબ આપતા જોવા મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement