Miss World 2025: થાઈલેન્ડની ઓપલ સુચાતાએ જીત્યો મિસ વર્લ્ડ 2025નો ખિતાબ
હૈદરાબાદના હાઇટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે મિસ વર્લ્ડ 2025નું સમાપન થયું. થાઇલેન્ડની 21 વર્ષીય મોડેલ ઓપલ સુચાતાએ આ ખિતાબ જીત્યો.

Miss World 2025: હૈદરાબાદના હાઇટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે મિસ વર્લ્ડ 2025નું સમાપન થયું. થાઇલેન્ડની 21 વર્ષીય મોડેલ ઓપલ સુચાતાએ આ ખિતાબ જીત્યો. આ દરમિયાન, ભારતની નંદિની ગુપ્તા સ્પર્ધાના ટોપ 8માં સ્થાન મેળવી શકી નહીં. થાઈલેન્ડની ઓપલ સુચાતાએ મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીત્યો છે. 21 વર્ષીય ઓપલ સુચાતાએ મિસ વર્લ્ડમાં મલ્ટીમીડિયા એવોર્ડ પણ જીત્યો છે.
ઓપલને મિસ વર્લ્ડ 2024 ક્રિસ્ટીના પિજકોવા દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો. આ સ્પર્ધામાં કુલ 108 દેશોએ ભાગ લીધો હતો, જેમાંથી 40 દેશોએ અંતિમ સ્થાન મેળવ્યું હતું. ઓપલની જીતથી માત્ર થાઇલેન્ડ માટે ગૌરવ જ નહીં, પણ એશિયામાં એક નવી મિસ વર્લ્ડ વિજેતાનો ઉદય પણ થયો. આ મોટા મંચ પર થાઇલેન્ડની આ પહેલી જીત છે.
View this post on Instagram
આ કાર્યક્રમમાં જેકલીન ઉપરાંત અભિનેતા ઇશાન ખટ્ટરે પણ પરફોર્મ કર્યું હતું. ઇશાને 'ઝીંગાટ' અને 'નાટૂ નાટૂ' જેવા ગીતો પર પરફોર્મ કર્યું હતું. મિસ વર્લ્ડ 2025 ના ગ્રાન્ડ ફિનાલેમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે તેના હિટ ગીત 'ચિટ્ટીયાં કલાઈયાં' પર પરફોર્મ કર્યું. આ ઇવેન્ટના તેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
તમને જણાવી દઈએ કે દુનિયાભરના સ્પર્ધકોએ તેમાં ભાગ લીધો હતો. ભારતની નંદિની ગુપ્તા ટોપ 8 માંથી બહાર રહી હતી.
કોણ છે ઓપલ સુચાતા
ઓપલ સુચાતાનો જન્મ 20 સપ્ટેમ્બર 2003 ના રોજ થાઈલેન્ડમાં થયો હતો. તે થાઈ મોડેલ અને બ્યુટી પેજન્ટ ટાઇટલ હોલ્ડર પણ રહી ચૂકી છે. તે મિસ વર્લ્ડ બનનારી પહેલી થાઈ મહિલા છે, જેણે પોતાના દેશ માટે આ તાજ જીત્યો હતો. અગાઉ તે 'મિસ યુનિવર્સ થાઈલેન્ડ 2024' પણ રહી ચૂકી છે.
ઉપરાંત, ઓપલ સુચાતાએ 'મિસ યુનિવર્સ 2024' માં પણ ભાગ લીધો હતો. થાઈલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ત્રીજી રનર-અપ હતી. તેનો પરિવાર ખાનગી વ્યવસાય ચલાવે છે. તેણીએ તેનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ Kajonkietsuksa સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે. તેણી પાસે રાજકારણ અને આંતરરાષ્ટ્રીય રિલેશમાં ડિગ્રી હાંસિલ કરી છે.





















