Mission Impossible 7ની બોક્સ ઓફિસ પર ધમાલ, પહેલા દિવસે કમાણી મામલે તોડયા રેકોર્ડ!
ટોમ ક્રૂઝ સ્ટારર ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ 7' ભારતમાં આગલા દિવસે એટલે કે 12 જુલાઈએ રિલીઝ થઈ હતી. ભારતમાં તેના શરૂઆતના દિવસે જ તેણે શાનદાર કલેક્શન કર્યું છે.
Mission Impossible 7 Box Office Collection Day 1: હોલીવુડની ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ 7' દુનિયાભરની સાથે સાથે ભારતમાં પણ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર ટોમ ક્રૂઝ જોરદાર એક્શન કરતો જોવા મળ્યો હતો. 12 જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. જાણો ફિલ્મે કેટલી કમાણી કરી.
મિશન ઈમ્પોસિબલ 7ની બોક્સ ઓફિસ પર કમાલ
ટોમ ક્રૂઝ સ્ટારર ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ 7' ભારતમાં આગલા દિવસે એટલે કે 12 જુલાઈએ રિલીઝ થઈ હતી. આ એક્શન-એડવેન્ચર ફિલ્મને પ્રથમ દિવસે જ દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને ભારતમાં તેના શરૂઆતના દિવસે જ તેણે શાનદાર કલેક્શન કર્યું છે. ચાલો જાણીએ કે 'મિશન ઈમ્પોસિબલ 7' એ રિલીઝના પહેલા દિવસે કેટલા કરોડનો બિઝનેસ કર્યો છે.
'મિશન ઈમ્પોસિબલ 7' એ પહેલા દિવસે કેટલી કમાણી કરી?
'મિશન ઇમ્પોસિબલ 7'ને ભારતમાં વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. જ્યારે ફિલ્મને દર્શકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે. તેને જોઈને ચાહકોમાં ફિલ્મને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો છે. તે જ સમયે 61 વર્ષની ઉંમરે, હોલિવૂડ અભિનેતા ટોમ ક્રૂઝને 'મિશન ઇમ્પોસિબલ 7'માં જોરદાર એક્શન કરતા જોવા માટે ચાહકો સીટી મારી રહ્યા છે. ટોમ ક્રૂઝ એક્શનની સાથે સાથે ઈમોશનલ સીન્સમાં પણ ઘણો પ્રભાવિત કરે છે. સિક્રેટ મિશન પર આધારિત 'મિશન ઇમ્પોસિબલ 7'ની કમાણી વિશે વાત કરીએ તો, ફિલ્મની શરૂઆત મજબૂત રહી છે અને તેણે પહેલા દિવસે જબરજસ્ત કમાણી કરી છે.
પહેલા દિવસે કમાણી મામલે તોડયા રેકોર્ડ
SacNilkના પ્રારંભિક વેપાર અહેવાલ મુજબ 'મિશન ઇમ્પોસિબલ 7' એ ભારતીય બોક્સ ઓફિસ પર તેના પ્રથમ દિવસે 12.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ ભારતમાં અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં ઉપલબ્ધ છે. આ સાથે ફિલ્મના વીકએન્ડ પર જબરદસ્ત કલેક્શનની આશા રાખવામાં આવી રહી છે.
હેલીએ 'મિશન ઈમ્પોસિબલ 7'માં કર્યા જોરદાર એક્શન
તમને જણાવી દઈએ કે ક્રિસ્ટોફર મેકક્વરીના નિર્દેશનમાં બનેલી જાસૂસી એક્શન ફિલ્મ તેના શાનદાર એક્શન સીન્સ, ટોમ ક્રૂઝ, કો-એક્ટર હેલી એટવેલ અને અન્ય સ્ટાર્સના શાનદાર અભિનય માટે વખાણવામાં આવી રહી છે. હેલીએ ફિલ્મમાં કેટલાક ખૂબ જ પ્રભાવશાળી સ્ટંટ પણ કર્યા છે.રેબેકા ફર્ગ્યુસન આ ફિલ્મમાં ઇલ્સા ફોસ્ટ તરીકે જોવા મળી છે. રેબેકાના એક્શન સીન્સ પણ કમાલના છે. ઈસાઈ મોરાલેસે ગેબ્રિયલની દમદાર ભૂમિકા ભજવી છે.