શોધખોળ કરો
‘તારક મહેતા કા....’ શોમાં એવું શું બન્યું કે રાજ ઠાકરેની પાર્ટી MNSએ આપી ખુલ્લી ધમકી, મેકર્સને ગુજરાતી કીડા કહી.....
વીડિયોમાં શોના એક કેરેક્ટર કહે છે, 'આપણી ગોકુલધામ મુંબઇમાં છે અને મુંબઈની કોમન લેગ્વેજ હિન્દી છે.

મુંબઈઃ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ જાણીતા ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશમા’ના મેકર્સને ચેતવણી આપી છે. આખો મામલો તાજેતરમાં દેખાડવામાં આવેલા શોના એક એપિસોડ સાથે સંકળાયેલો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, હિંદી મુંબઈની કોમન ભાષા છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ ફિલ્મ સ્ટાફના ચેરમેન અમેયા ખોપકરે કહ્યું હતું કે, શોના મેકર્સ એ સારી રીતે જાણે છે કે, મુંબઈમાં સૌથી વધારે મરાઠી ભાષા બોલાય છે. તેમ છતાં પણ તેમને આ પ્રકારનો પ્રોપેગેંડા પ્રસારીત કર્યો.
શોના મેકર્સને ગુજરાતી કીડા ગણાવતા અમેયાએ વધુ કહ્યું કે, કમ સે કમ શોમાં કામ કરી રહેલા મહારાષ્ટ્રીયન કલાકારોને શરમ આવવી જોઇએ. આ સાથે જ ખોપકરે તેમને પાઠ ભણાવવાની ધમકી આપી હતી. તમને જણાવી દઈએ કે, વીડિયોમાં શોના એક કેરેક્ટર કહે છે, 'આપણી ગોકુલધામ મુંબઇમાં છે અને મુંબઈની કોમન લેગ્વેજ હિન્દી છે. આ રીતે, આપણે હિન્દીમાં સુવિચાર લખીએ છીએ. જો આપણી સોસાયટી ચેન્નઈમાં હોત, તો આપણે તમિલમાં લખતા હોત.@mnsadhikrut @LoksattaLive @mataonline @abpmajhatv @News18lokmat @zee24taasnews @JaiMaharashtraN @saamTVnews @TV9Marathi @pudharionline @MiLOKMAT @PlanetMarathi @rajupatilmanase @Dev_Fadnavis @ShelarAshish @_abhi121 @abhijitpanse @SandeepDadarMNS pic.twitter.com/sOjiIHb6Ek
— Ameya Khopkar (@MNSAmeyaKhopkar) March 3, 2020
ટ્વિટર પર એમએનએસની જનરલ સેક્રેટરી શાલિની ઠાકરેએ કહ્યું હતું કે, જો સબ ટીવી એ વાતનો સ્વિકાર નહીં કરે કે મુંબઈની કોમન ભાષા હિદી નહીં મરાઠી છે તો મહારાષ્ટ્રના યોદ્ધાઓ સુવિચાર તેમના કાનોમાં લખવા પડશે. અને તે પણ મરાઠી માં.मुंबईची 'आम भाषा' हिंदी नाही, मराठी आहे, हे ह्या सब टीव्हीवाल्यांना मान्य नसेल, तर महाराष्ट्र सैनिकांना त्यांच्या कानाखाली 'सुविचार' लिहावे लागतील! तेसुद्धा मराठीत! 'कानाखाली काढलेले मराठी सुविचार' ह्यांना बरोबर वाचता येतील!! @sabtv pic.twitter.com/tuydzv0kEW
— Shalini Thackeray (@ThakareShalini) March 3, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement