શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મિર્ઝાપુર 2 વેબ સીરિઝ સામે ભાજપનાં સાથી ક્યાં દિગ્ગજ મહિલા નેતાએ ચડાવી બાંયો ? મોદી યોગીને પ્રતિબંધ મૂકવા કહ્યું
મિર્જાપુરના સાંસદ હોવાના નાતે અમે આ સીરીઝની તપાસ અને તેના પર કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છીએ.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મિર્જાપુર જિલ્લામાં અપના દળની સાંસદ અનુપ્રિયા પટેલે વેબ સીરીઝ મિર્જાપુર 2 પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે, તેને માંગ કરતા કહ્યું કે આ સીરીઝ જાતીય નફરત ફેલાવી રહી છે. સાંસદે એ પણ આરોપ લગાવ્યો છે કે હાલમાં અમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવેલી આ સીરીઝ મિર્જાપુરની હિંસક વિસ્તારની છબી બનાવી રહી છે.
તેમને પત્રકારોને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં મિર્જાપુર એક સૌહાર્દનુ કેન્દ્ર બની ચુક્યુ છે. આની છબીને ખરાબ કરનારા જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ.
અનુપ્રિયા પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન @narendramodiજી અને માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રી @myogiadityanathજીના નેતૃત્વમાં મિર્ઝાપુર વિકાસના પંથે છે, તે સમરસતાનું કેન્દ્ર છે. મિર્ઝાપુર નામની વેબ સિરીઝ દ્વારા આ વિસ્તારને હિંસક દેખાડીને બદનામ કરવામાં આવી રહ્યો છે. આ સીરિઝના માધ્યમથી જાતિય વૈયમનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે.
આ સીરીઝના માધ્યમથી મિર્જાપુરને બદનામ કરવામાં આવી રહ્યુ છે. તથા જાતિય વૈમનસ્ય ફેલાવામાં આવી રહ્યુ છે. અનુપ્રિયા પટેલે કહ્યુ છે કે, મિર્જાપુરના સાંસદ હોવાના નાતે અમે આ સીરીઝની તપાસ અને તેના પર કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છીએ.
બીજા એક ટ્વિટમાં અનુપ્રિયા પટેલે લખ્યું હતું કે – મિર્ઝાપુર જીલ્લાની સાંસદ હોવાના નાતે મારી માંગણી છે કે, આ સીરિઝના કંન્ટેટની તપાસ થવી જોઈએ અને તેના વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ. @PrakashJavdekar @narendramodi @myogiadityanath.’
ઉલ્લેખનીય છે કે મિર્જાપુર 2 પરિવારો, રાજનીતિ અને ચૂંટણીઓની વચ્ચે સંઘર્ષની એક હિંસક કહાની છે, આમાં શ્વેતા ત્રિપાઠી, પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, અને દિવ્યેદુ શર્માએ મુખ્ય ભૂમિકા નિભાવી છે.
વેબ સીરીઝ મિર્જાપુરની સિઝન 2 રિલીઝ કરવામાં આવી છે, ચારેય બાજુ સોશ્યલ મીડિયા પર આની ચર્ચા છે, આ વેબ સીરીઝ ભારતમાં જોવામાં આવી રહી છે, આ સીરીઝના તમામ પાત્રો પોતાનામાં ખાસ છે. આ સીરીઝને લઇને લોકોમાં ખુબ એક્સાઇટમેન્ટ છે, વળી મેકર્સે એક દિવસ પહેલા જ આને સ્ટ્રીમ કરીને ફેન્સને મોટી સરપ્રાઇઝ આપી દીધી હતી. પહેલી સિઝન બાદ ફેન્સની બીજી સિઝનનો ઇન્તજાર હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion