શોધખોળ કરો
Advertisement
ફરી નવા લુકમાં જોવા મળશે મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન, ઓળખવો થયો મુશ્કેલ
લાલ સિંઘ ચઢ્ઢામાં આમિરને અનેક ભૂમિકામાં જોઈ શકાય છે. આ પહેલા પણ આમિરની લાંબાવાળના લુકની તસવીર વાયરલ થઈ હતી.
નવી દિલ્હીઃ બોલિવૂડમાં એક્ટર આમિર કાનને ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ના નામથી ઓળખવામાં આવે છે. આમિર કાન ફિલ્મોમાં પોતાની ભૂમિકા અનુસાર ખુદને ઢાળી લે છે. ત્યારે તેના ફેન્સ હંમેશા તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. આમિર ખાન પોતાની અપકમિંગ ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢામાં અનેક અલગ અલગ ભૂમિકામાં જોવા મળશે. માટે દર્શકો તોની આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં જ આમિર ખાનની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં આમિર ખાન નવા લુકમાં જોવા મળી રહ્યા છે.
આમિર ખાનના કોઈ ફેને સોશિયલ મીડિયા પર આમિર સાથેની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં આમિર ખાન ક્લિન શેવ લુકમાં એક યૂનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.
જ્યારે કેટલાક લોકો તેને આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા સાથે જોડીને જોઈ રહ્યા છે. કહેવાય છે કે, લાલ સિંઘ ચઢ્ઢામાં આમિરને અનેક ભૂમિકામાં જોઈ શકાય છે. આ પહેલા પણ આમિરની લાંબાવાળના લુકની તસવીર વાયરલ થઈ હતી. આમિર ખાન પોતાની દરેક ફિલ્મમાં કંઈક ખાસ અને નવું કરવા માટે જાણીતો છે. આ વખતે પણ લાલ સિંઘ ચઢ્ઢા માટે તેણે અલગ જ કરવાનો પ્રયાસ કર્યો છે.
આ વાતનો અંદાજો તો ફિલ્મનું પોસ્ટર જોઈને પણ જાણી શકાય છે કે આ ફિલ્મ કંઈક અલગ જ પ્રકારની હશે. પોસ્ટરમાં આમિર ટ્રેનની સીટ પર બેઠેલો છે અને એક સરદારના લુકમાં જોવા મળી રહ્યો છે. તેણે એક ગુલાબી પાઘડી બાંધી છે. આમિરના તે લુકને લોકોનો જોરદાર રિસ્પોન્સ મળ્યો.
નોંધનીય છે કે આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા વર્ષ 1994માં રિલીઝ થયેલી હૉલિવૂડ ફિલ્મ ફૉરેસ્ટ ગમ્પની ઑફિશિયલ હિન્દી રિમેક છે. ફિલ્મમાં આમિર ખાનની સાથે લીડ રોલમાં કરીના કપૂર ખાન જોવા મળશે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion