શોધખોળ કરો
Advertisement
મુંબઇમાં કોરોના વિસ્ફોટ, BMCએ જાહેર કરી નવી કોવિડ ગાઇડલાઇન, જાણો શહેરમાં શું લગાવ્યાં પ્રતિબંધ
મહારાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેશમાં કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત રાજ્યા મહારાષ્ટ્ર છે. સ્થિતિ એ છે કે, મહારાષ્ટ્રમાં રોજ 55 હજારની પાર કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. વધતા જતાં કોરોના કેસના પગલે વીકેન્ડ લોકડાઉન લગાવી દેવાથી મુંબઇના રોડ પર સન્નાટો જોવા મળ્યો હતો. મુંબઇમાં કોરોનાના પગલે શું-શું પ્રતિબંધ લગાવાયા છે. જાણીએ..
મહારાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેશમાં કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત રાજ્યા મહારાષ્ટ્ર છે. સ્થિતિ એ છે કે, મહારાષ્ટ્રમાં રોજ 55 હજારની પાર કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. વધતા જતાં કોરોના કેસના પગલે વીકેન્ડ લોકડાઉન લગાવી દેવાથી મુંબઇના રોડ પર સન્નાટો જોવા મળ્યો હતો. મુંબઇમાં કોરોનાના પગલે શું-શું પ્રતિબંધ લગાવાયા છે. જાણીએ..
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં વીકેન્ડ લોકડાઉન અને નાઇટ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધ લગાવી દેવાયા છે. મુંબઇ માટે બીએમસીએ કોરોના મુદ્દે શું ગાઇડ લાઇન જાહેર કરી છે. જાણીએ
મુંબઇમાં શું લગાવાયાં પ્રતિબંધ
- વીકેન્ડમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે એટલે કે શનિ અને રવિવારે મુંબઇમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. જો કે ગત વર્ષના લોકડાઉન સમાન નહીં હોય.
- લોકડાઉન દરમિયાન હોટલ,રેસ્ટોરન્ટ ખુલ્લા રહેશે પરંતુ ત્યાં બેસીને જમી નહીં શકાય, માત્ર પાર્સલ સર્વિસ જ ચાલું રહેશે.
- વીકેન્ડ પર રોડ પર ખાણીપીણીના સ્ટોલ સામાજિક અંતર જાળવવાની શરતે લગાવવાની મંજૂરી અપાઇ છે પરંતુ કોઇ ગ્રાહક ત્યાં ઉભા રહીને ખાઇ નહીં શકે. માત્ર પાર્સલ સુવિધા જ મળશે.
- મેડ, કુક અને ડ્રાઇવર, નર્સ, મેડિકલ એટેડેન્સને વરિષ્ઠ નાગરિકો અને બીમારની સેવા માટે સવારે 7થી 10ની વચ્ચે મંજૂરી અપાઇ છે.
- રાજ્ય સરકાર દ્રારા જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ આઇ ક્લિનિક અને ચશ્માની દુકાનો પણ ખુલ્લી રહેશે,
- ઓનલાઇન જીવન જરૂરિયાની વસ્તુઓ માટે હોમ ડીલિવરી સર્વિસ 24 કલાક ચાલું રહેશે.
- પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થી અને અન્ય પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ હોલ ટિકિટ સાથે ટ્રાવેલ કરી શકશે.
વીકએન્ડમાં મુંબઇમાં શું લગાવ્યા પ્રતિબંધ
- વીકએન્ડ કર્ફ્યૂ દરમિયાન પાંચ લોકોથી વધુ લોકોને બહાર જવા અવવા પર અને એકઠા થવા પર પ્રતિબંઘ મૂક્યો.
- શુક્રવાર સાંજે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યાથી જરૂરિયાત સેવા સિવાયની બધી જ સેવા પર પ્રતિબંઘ મૂકાયો. તેમજ આ સેવા ઉપરાંતની વાહનોની આવન જાવન પર પણ પ્રતિબંધ મૂક્યો.
- સમુદ્ર તટ 30 એપ્રિલ સુધી બંધ રહેશે.
- જરૂરી સેવાની દુકાનોનો સિવાય વીકએન્ડમાં તમામ દુકાનો, મોલ બંધ રહેશે
- ધાર્મિક સ્થળો, સલૂન અને પાર્લર 30 એપ્રિલ સુધી રહેશે બંધ
- બાર અને દારૂની દુકાનને હોમ ડિલિવરીની મળી મંજૂરી
- ફિલ્મ અને સિરિયલના શૂટિંગ માટે સહ શર્ત મંજુરી લેવી જરૂરી
- બસ, ટ્રેન, ફ્લાઇટથી મુંબઇ આવતા પ્રવાસીને ટેસ્ટિંગ સાથે મંજૂરી મળશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement