શોધખોળ કરો
નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો
બોલીવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકી આગામી ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. નવાઝુદ્દીનની આ ફિલ્મમાં આથિયા શેટ્ટી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
![નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો Nawazuddin Siddiqui and Athiya Shetty film Motichoor Chaknachoor trailer નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/12191716/nawazuddin.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: બોલીવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી આગામી ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. નવાઝુદ્દીનની આ ફિલ્મમાં આથિયા શેટ્ટી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નવાઝુદ્દીન અને આથિયા પ્રથમવાર મોટા પડદે સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું છે.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે. કોમેડીથી ભરપૂર આ ફિલ્મમાં એક લવ સ્ટોરીની ઝલક જોવા મળશે. યૂટ્યૂબ પર અત્યાર સુધી આ ટ્રેલરને લાખો લોકો જોઇ ચૂક્યા છે. ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર' 15 નવેમ્બરના રોજ રિલીઝ થશે. પોતાની ડેબ્યૂ ફિલ્મ 'હિરો' બાદ આથિયાની ત્રીજી બોલીવૂડ ફિલ્મ હશે, જ્યારે પહેલાં તે પોતાની ફિલ્મોમાં પોતાની છાપ છોડવામાં અસફળ રહી છે. આ ફિલ્મમાં સની લિયોનીનું એક આઇટમ નંબર પણ જોવા મળશે, જેમાં સની લિયોની અને નવાઝ સાથે ડાન્સ કરતા જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)