અભિષેક બચ્ચન સાથે અફેરની ચર્ચાને લઇને નિમરત કૌરે તોડ્યું મૌન, જાણો શું આપ્યું રિએકશન
Nimrat Kaur: નિમરત કૌર અને અભિષેક બચ્ચનની ડેટિંગની અફવાઓ ફેલાઈ રહી છે.આ દરમિયાન પહેલીવાર નિમરત કૌરે આ અફવાઓ પર પ્રતિક્રિયા આપીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
![અભિષેક બચ્ચન સાથે અફેરની ચર્ચાને લઇને નિમરત કૌરે તોડ્યું મૌન, જાણો શું આપ્યું રિએકશન Nimrat Kaur breaks her silence on the discussion of affair with Abhishek Bachchan, know what reaction she gave અભિષેક બચ્ચન સાથે અફેરની ચર્ચાને લઇને નિમરત કૌરે તોડ્યું મૌન, જાણો શું આપ્યું રિએકશન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/28/5c3c7a891250f110efce221feb4cf642173010206623781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nimrat Kaur:બોલિવૂડ એક્ટ્રેસ નિમરત કૌર અને અભિષેક બચ્ચન હાલ છેલ્લા થોડા સમયથી ડેટિંગની અફવાઓને લઈને ચર્ચામાં છે. બંનેએ ફિલ્મ 'દસવી'માં સ્ક્રીન શેર કરી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નિમરતના કારણે જ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નમાં તિરાડ પડી છે. હવે, પ્રથમ વખત નિમ્રત કૌરે અભિષેક બચ્ચનને ડેટ કરવાની અફવાઓ પર તેની એક ઇન્ટરવ્યુ પોસ્ટ દ્વારા પોતાનું મૌન તોડ્યું છે.
ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચનને ડેટ કરવાની અફવાઓ પર મૌન તોડ્યું
હાલમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં નિમરત કૌરે કહ્યું હતું કે, 'હું કંઈ પણ કરી શકું છું, લોકો જે ઇચ્છે તે તેવી જ ગોસિંપ કરવાનું બંધ નહિ કરે. આવી ગપસપ બંધ થવાની નથી અને હું મારા કામ પર ધ્યાન આપવાનું પસંદ કરું છું. નિમરતની આ પ્રતિક્રિયા અભિષેક બચ્ચન સાથેના તેના કથિત સંબંધોને લઈને કેટલાંક અઠવાડિયાથી ચાલી રહેલી અફવાઓ પછી આવી છે. અભિનેત્રીએ એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રાઇવેસી બધાની મહત્વની હોય છે અને હું પાયાવિહોણા અટકળોથી ઉપર ઊઠવાનું પસંદ કરું છું.
કેવી રીતે અભિષેક-નિમરતના સંબંધોની અફવાઓ ફેલાઈ
અભિષેક બચ્ચન અને નિમરત કૌર વચ્ચેના કથિત અફેરની અફવા ત્યારે ફેલાઈ હતી જ્યારે અભિષેક બચ્ચન અને અભિનેત્રીનો એક વીડિયો રેડિટ પર વાયરલ થયો હતો. આ જોડીએ વર્ષ 2002માં ફિલ્મ દસાનીમાં કામ કર્યું હતું. જેમાં નિમ્રતે અભિષેકની પત્નીનો રોલ કર્યો હતો.
ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાની અફવા ક્યારે ફેલાઈ?
ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે છૂટાછેડાની અફવાઓ ત્યારે તેજ થઈ ગઈ જ્યારે બંને રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નમાં અલગ-અલગ પહોંચ્યા હતા. જો કે, પાછળથી, ચાહકોએ બચ્ચન હાઉસમાં ઐશ્વર્યાને પુત્રી આરાધ્યા સાથે જોઈને રાહત અનુભવી હતી. છૂટાછેડાની તમામ અફવાઓ વચ્ચે અભિષેક નવી પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)