શોધખોળ કરો
Advertisement
વિક્કી કૌશલ સાથે ડાન્સ કરતાં આ એક્ટ્રેસને શોર્ટ ડ્રેસે દીધો દગો, વીડિયો થયો વાયરલ
નોરાએ આ સમયે પિંક કલરની શોર્ટ ડ્રેસ પહેરી રાખી હતી.
નવી દિલ્હીઃ વિક્કી કૌશલ અને નોરા ફતેહીનું ‘પછતાઓગે’ ગીત હાલમાં ચર્ચામાં છે. આ ગીતના શબ્દ જ નહીં પણ વિક્કી અને નોરાની કેમિસ્ટ્રી પણ લોકોને પસંદ આવી રહી છે. આ ગીતની પોપ્યુલારિટીનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય કે રિલીઝના માત્ર 5 દિવસની અંદર જ અત્યાર સુધી 3.88 કરોડ લોકો આ ગીત જોઈ ચૂક્યા છે. ગીત સુપરહિટ થતા જ તેની સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી. આ દરમિયાન નોરા અને વિક્કી એક સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા. ડાન્સ દરમિયાન કંઈક એવું થયું કે નોરા Oops મોમેન્ટનો ભોગ બનતા બચી ગઈ.
એક પ્રેસ કોન્ફરન્સમાં વિક્કી તેમજ નોરા સહિત લોકો હાજર રહ્યા હતા. ત્યાં એ પણ વાતો થઈ કે સ્ટારે આ ગીત કરવા માટે શા માટે હા પાડી. ત્યારબાદ બધાની ઓફર પ્રમાણે વિક્કી અને નોરા ડાન્સ કરવા માટે તૈયાર થયા.
નોરાએ આ સમયે પિંક કલરની શોર્ટ ડ્રેસ પહેરી રાખી હતી. નોરાએ જેવો જ વિક્કીનો હાથ પકડીને ડાન્સ કરવાનું શરૂ કર્યું કે ડ્રેસ પાછળથી સરકી ગઈ. જો કે વીડિયોમાં જોઈ શકાય છે કે નોરાએ તરત જ પરિસ્થિતિને સંભાળી લીધી હતી. તરત જ પોતાની ડ્રેસ સરખી કરી લીધી. ત્યારબાદ નોરા સરખી થઈ ગઈ અને વિક્કી પાસે જઈને ઉભી રહી ગઈ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement