યૂઝર્સે ટ્વિટ કર્યું કે આ વીડિયો શેર કરનારા યૂઝર્સ કમેન્ટમાં અપીલ કરે કે ‘આમિર કમ ટૂ પાકિસ્તાન’નું હેશટેગનો ઉપયોગ કરે. તેમણે લખ્યું કે તેનાથી ભારત પાકિસ્તાનની મિત્રતાની શરૂઆત થશે.
2/5
નવી દિલ્હીઃ પાકિસ્તાન સામાન્ય ચૂંટણીમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ(પીટીઆઈ) અત્યાર સુધીના પરિણામમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. હવે ઈમરાન ખાનનું પાકિસ્તાનના વડાપ્રધાન બનવાનું નક્કી છે. એવામાં આમિર ખાનનો એક જૂનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઇમરાન ખાન સાથે આમિર વાત કરતો નજર આવી રહ્યો છે.
3/5
એક ટ્વીટર યૂઝરે લખ્યું છે કે, પાંચ વર્ષ પહેલા આમિરખાને ઇમરાનને વચન આપ્યું હતું કે તે ચૂંટણીમાં જીતી જશેતો પાકિસ્તાન જશે. તો હવે આમિર ખાન તેનું વચન પાળશે?
4/5
આ વીડિયોને એક પાકિસ્તાની ટ્વિટર યૂઝરે શેર કર્યો છે. આ વીડિયોમાં એક સમારંભમાં આમિરખાને ઇમરાન ખાનને વચન આપ્યું હતું કે સામાન્ય ચૂંટણીમાં ઇમરાનની જીત થશે પછી તે પાકિસ્તાનમાં આવશે. ‘હું તમારા વિજયની ઉજવણી કરવા મારા ભારતીયો મિત્રો સાથે પાકિસ્તાન આવીશ,’ એવું આમિર ખાને જણાવ્યું હતું. તેના બાદ ઇમરાને આમંત્રણ પણ આપ્યું હતું.
5/5
હવે ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બનવાનું નક્કી છે ત્યારે ટ્વીટર પર આમિરના પ્રસંશકો તેના વચનની યાદ અપાવીને પૂછી રહ્યા છે કે શું તેઓ આ વિજયની ઉજવણી કરવા પાકિસ્તાનમાં જશે? એક યૂઝર્સે લખ્યું કે ‘મને લાગે છે સમય આવી ગયો છે.’