શોધખોળ કરો
આ બોલિવૂડ એક્ટ્રેસે 16મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી, લોકોએ કરી ટ્રોલ
ગઈકાલે 15મી ઓગસ્ટના રોજ ભારતે 73મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો.

નવી દિલ્હીઃ ફિલ્મ એક્ટ્રેસ પરિણીતિ ચોપરાએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ 16 ઓગસ્ટના રોજ આપી છે. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. પરિણીતિ ચોપરા હાલમાં જ ફિલ્મ જબરિયા જોડીમાં જોવા મળી હતી.
ગઈકાલે 15મી ઓગસ્ટના રોજ ભારતે 73મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. બોલિવૂડના અનેક સ્ટાર્સે આ દિવસે સ્વતંત્રતા દિસની શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે પરિણીતિ ચોપરાને આકામ કરવામાં એક દિવસ મોડું થઈ ગયું અને તેણે 16મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની શુભેચ્છા ટ્વીટર પર પાઠવી હતી.
પરિણીતિએ પોતાના ટ્વીટમાં એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે પાણીની અંદર પોતાના કથિત બોયફ્રેન્ડ ચરિત દેસાઈ સાથે ત્રિરંગો ફરકાવતી જોવા મળી રહી છે. વીડિયોની સાથે તેણે લખ્યું કે, સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. અમે મે મહિનામાં અલગ રીતે ત્રિરંગો લહેરાવ્યો હતો. પરિણીતિના આ વીડિયો બાદ સોશિયલ મીડિયામાં લોકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. એક ટ્રોલરે લખ્યું, દીદી સ્વતંત્રતા દિવસ કાલે હતો.’ એકે લખ્યું કે, પરંતુ આજે તો 16 તારીખ થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે પરિણીતિ ચોપરા હાલમાં લંડનમાં છે અને તે ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દીમાં બની રહેલી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ હોલિવૂડની સુપર હિટ ફિલ્મ હતી.Happy Independence Day! 🇮🇳 we hoisted our flag a little differently back in May :) @charitdesai #ChinmayaSharma #RakeshScuba pic.twitter.com/0sWnaQskQz
— Parineeti Chopra (@ParineetiChopra) August 16, 2019
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement