લતાજી હજુ ICUમાં, પરિવારને પણ કેમ નથી મળવા દેવાતો ? પરિવારે મહાદેવના ક્યા સ્વરૂપની સ્થાપના કરીને ઘરે શરૂ કરી પૂજા ?
મુંબઇઃ મહાન પાર્શ્ચગાયિકા લતા મંગેશકરની તબિયત હજુ પણ સારી નહીં હોવાથી તેમને બ્રિચકેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં જ રખાયાં છે. લતાજી આઇસીયુમાં હોવાથી તેમના પરિવારજનોને તેમને મળવાની રજા આપવામાં આવી નથી.
![લતાજી હજુ ICUમાં, પરિવારને પણ કેમ નથી મળવા દેવાતો ? પરિવારે મહાદેવના ક્યા સ્વરૂપની સ્થાપના કરીને ઘરે શરૂ કરી પૂજા ? People born on these dates are blessed by shani dev make their own identity in society લતાજી હજુ ICUમાં, પરિવારને પણ કેમ નથી મળવા દેવાતો ? પરિવારે મહાદેવના ક્યા સ્વરૂપની સ્થાપના કરીને ઘરે શરૂ કરી પૂજા ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/17/9a74e7a4562047a66abc13df7e1372c0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ મહાન પાર્શ્ચગાયિકા લતા મંગેશકરની તબિયત હજુ પણ સારી નહીં હોવાથી તેમને બ્રિચકેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં જ રખાયાં છે. લતાજી આઇસીયુમાં હોવાથી તેમના પરિવારજનોને તેમને મળવાની રજા આપવામાં આવી નથી.
દરમિયાનમાં લતાજીની તબિયત સારી થાય એ માટે તેમના ઘરે ભગવાન શિવજીના રુજ્ર રૂપની સ્થાપના કરીને પૂજા શરૂ કરાઈ છે. રવિવારથી પૂજા શરૂ કરાઈ હોવાનું લતાજીનાં બહેન અને પાર્શ્વગાયિકા આશા ભોંસલેએ જણાવ્યું હતું. લતાજીના પરિવારના તમામ સભ્યો આ પૂજામાં ભાગ લઈ રહ્યા છે કે જેથી લતાદીદી જલદી સારાં થાય અને ઘરે પાછાં આવે.
મહાન પાર્શ્ચગાયિકા લતા મંગેશકર છેલ્લા થોડા દિવસોથી મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં ન્યુમોનિયના તેમજ હળવા કોરોનાના કારણે સારવાર લઇ રહ્યા છે. તેમના કરોડો પ્રશંસકો તેઓ જલદી સાજા થઇને ઘરે પાછા આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે પરિવારે પૂજા શરૂ કરી છે. લતા મંગેશકર, તેમનાં બહેન ઉષા મંગેશકર તથા ભાઈ હૃદયનાથ મંગેશકરના પરિવાર સાથે પેડર રોડ પર સ્થિત ઘરમાં રહે છે. આ તમામ સભ્યો પૂજા કરી રહ્યા છે. લતાજી આઇસીયુમાં જ હોવાથી તેમના પરિવારજનોને તેમને મળવાની રજા આપવામાં આવી નથી.
લતાજીનો ઇલાજ કરી રહેલા ડોકટરે જણાવ્યું હતું કે, લતાજીને હજી થોડા દિવસો હોસ્પિટલમાં રાખવામાં આવશે. તેમને ડોકટરોના ોબર્ઝવેશન હેઠળ હજી આઇસીયુમાં જ રાખવામાં આવ્યા છે. હજી કેટલા દિવસ તેમણે હોસ્પિટેલમાં રહેવું પડશે તે હાલ કહી શકાય એમ નથી. કોઇને પણ તેમને મળવાની પરવાનગી આપવામાં આવતી નથી.
લતાજીની ભત્રીજી રચના શાહે, બેત્રણ દિવસ પહેલા જણાવ્યું હતું કે, તેમની તબિયત સુધરી રહી છે. લતાજીની વયને ધ્યાનમાં રાખીને તેમને હજી પણ આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. તેમના પ્રશંસકોને વિનંતી છે કે તેઓ જલદી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના કરે.
લતાજીએ પાંચ વરસની નાની વયથી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમના પિતાના સંગીત નાટકોમાં લતાજી અભિનય કરતા હતા. આ પછી તેમણે 13 વરસની વયે પહેલું ગીત ગાયું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)