શોધખોળ કરો
Advertisement
અમિતાભ અને અભિષેક બચ્ચને JNU હિંસા વિશે એવું શું કહ્યું કે લોકોએ તેમને ખખડાવી નાંખ્યા
અનુરાગ કશ્યપ, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર જેવા બોલિવૂડ સ્ટારે સોશિયલ મીડિયા પર આ મુદ્દે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કેટલા પણ વ્યસ્ત હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે રોજ પોતાના ફેન્સ સાથે વાતચીત માટે સમય કાઢી લે છે. જેએનયૂમાં થયેલ હિંસાનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમિતાભ બચ્ચને હાથ જોડેલી ઇમોજી ટ્ વીટ કરી અને થોડા સમય પછી દીકરા અભિષેક બચ્ચને પણ પીસ/વિક્ટ્રી ઇમોજી ટ્વીટ કરી.
T 3602 - 🙏
— Amitabh Bachchan (@SrBachchan) January 5, 2020
બાદમાં ટ્વિટર પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. કારણ કે લોકો તેમની પાસે અવાજ ઉઠાવવાની આશા રાખી રહ્યા હતા. કારણ કે તે, પ્રભાવશાળી પર્સનાલિટી છે પરંતુ તેમણે ઇમોટકોન્સમાં જ વાત પૂરી કરી દીધી.✌🏽️
— Abhishek Bachchan (@juniorbachchan) January 6, 2020
એક યુઝરે લખ્યું કે, બન્ને બચ્ચન શાંત છે. પરિવારમાં ફક્ત જયા બચ્ચનમાં જ હિંમત છે. માત્ર અભિષેક જ નહીં પણ અમિતાભને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જો કે બીગ બી એના પછી ટ્વીટ કરીને સ્પષ્ટતા આપી કે તેના ઈમોજીનો મતલબ પ્યાર અને મહાનતા છે.देश में बस आग लगी हुई है बच्चे जलाए मारे जा रहे है , आप को क़सम हरिवंश बाबू की एक शब्द भी मत कहिएगा. बस आप आराम करो बेड पर ओर दीवार फ़िल्म देखो आपकी. तुम्हारे पैसा है बंगला है गड़ी है मेरे पास माँ है भारत माँ
— V.S Rathore (@VikramadityaSR1) January 5, 2020
અનુરાગ કશ્યપ, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર જેવા બોલિવૂડ સ્ટારે સોશિયલ મીડિયા પર આ મુદ્દે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. જણાવીએ કે, દિલ્હી જેએનયૂમાં કેટલાક બુકાનીધારી ગુંડાઓએ જે હિંસા કરી તેનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે.इतना हंगामा, इतना शोर, और आप ख़ामोश ?? किस से माफ़ी माँग रहे हैं आप ?? अंदर से घुटन तो महसूस हो ही रही होगी?? बोलिए सर, आपका कोई कुछ नहीं कर लेगा, आप अमिताभ बच्चन हैं।
— Salman Zafar (@ShayarSalman) January 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement