શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂતના પરિવારજનો મુંબઈ આવવા માટે પટના એરપોર્ટ પહોંચ્યા, પિતાની આવી હતી હાલત
અભિનેતા સુશાંત સિંહ રાજપુતના પિતા અને પરિવારના અન્ય સદસ્યો પટના એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. તેઓ આજે મુંબઈ આવવા માટે થોડીવારમાં રવાના થશે.
પટના: અભિનેતા સુશાંત સિંહ રાજપુતના પિતા અને પરિવારના અન્ય સદસ્યો પટના એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. તેઓ આજે મુંબઈ આવવા માટે થોડીવારમાં રવાના થશે. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય નીરજ કુમાર સિંહ બબલૂ પરિવારની સાથે જોવા મળ્યાં હતા જે સુશાંતના સંબંધી છે.
સુશાંત સિંહ રાજપૂતના પિતા અને પરિવારના અન્ય સદસ્યોને મોટો આઘાત લાગ્યો છે. સુશાંતના પિતાની તસવીરો સામે આવી છે તેઓ બહુ જ દુખી જોવા મળ્યાં હતાં.
અંતિમ સંસ્કારમાં સામેલ થવા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા અમેરિકાથી મુંબઈ આવશે. તમને જણાવી દઈએ કે, સુશાંતની ચાર બહેનોમાંથી એક બહેનનું મોત નિપજ્યું હતું. જ્યારે એક બહેન મુંબઈમાં જ રહે છે અને એક બહેન હરિયાણામાં રહે છે.
હિન્દી સિનેમામાં ઉભરતા કલાકાર સુશાંત સિંહ રાજપુત હવે આપણી વચ્ચે રહ્યાં નથી. તેણે બાંદ્રા પોતાના ઘરમાં પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મોતના સમાચાર સાંભળતાં લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. સુશાંતની બહેન નીતૂ સિંહ પણ પોતાના ભાઈના મોતથી આઘાત લાગ્યો છે.
મુંબઈ ઝોન 9ના ડીસીપી અભિષેક ત્રિમુખે કહ્યું હતું કે, અભિનેતા સુશાંત સિંહ રાજપુતનું મૃત્યુ ફાંસી ખાઈને થયું છે. પરંતુ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેના મોતનું સાચું કારણ કહેશે. તેમણે એ પણ કહ્યું હતું કે, ઘટનાસ્થળેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement