ઓસ્કાર પ્રૉડ્યૂસરે કર્યો ખુલાસો, 'વિલ સ્મિથને પકડવા માટે તૈયાર હતી પોલીસ'
પેકરે એબીસી ટેલિવિઝનને બતાવ્યુ - તેમને કહ્યું કે અમે જઇશુ અને તેને પકડી લઇશું, અમે તૈયાર છીએ, અમે તેને અત્યારે પકડવા માટે તૈયાર છીએ, અમે તેની ધરપકડ કરી શકીએ છીએ
નવી દિલ્હીઃ ઓસ્કાર પુરસ્કાર સમારોહના પ્રૉડ્યૂસર વિલ પેકરે કહ્યું કે, સમારોહ દરમિયાન કૉમેડિયન ક્રિસ રૉક પર હુમલો કરવાને લઇને પોલીસ અધિકારી વિલ સ્મિથની ધરપકડ કરવાની હતી. હૉલીવુડની સૌથી મહત્વપૂર્ણ સાંજે ચોંકાવનારી આ ઘટના બાદથી પોતાની પહેલી સાર્વજનિક ટિપ્પણીમાં વિલ પેકરે કહ્યું કે આ ક્રિસ રૉકની સાથે બેસ્યો, જ્યારે અધિકરારી તેની સાથે વાત કરવા આવ્યા હતા.
પેકરે એબીસી ટેલિવિઝનને બતાવ્યુ - તેમને કહ્યું કે અમે જઇશુ અને તેને પકડી લઇશું, અમે તૈયાર છીએ, અમે તેને અત્યારે પકડવા માટે તૈયાર છીએ, અમે તેની ધરપકડ કરી શકીએ છીએ, તમે આરોપ લગાવી શકો છો, તે ઓપ્શન આપી રહ્યાં હતા. પેકરે બતાવ્યુ કે ક્રિસ તે ઓપ્શનોને એકદમ ફગાવી રહ્યા હતા, તે કહી રહ્યો હતો, હુ ઠીક છું.
પેકરે બતાવ્યુ કે જ્યારે લૉસ એન્જેલિસ પોલીસના અધિકારીઓએ એ બતાવ્યુ કે, તેની પાસે શું ઓપ્શન છે અને કહ્યું, તમે ઇચ્છો છો, કે અમે કોઇ કાર્યવાહી કરીએ ? તો તેમને કહ્યું કે (ક્રિસ રૉક) કહ્યું - નહીં, લૉસ એન્જેલિસમા પોલીસે રવિવારે કહ્યું કે, રૉકના રિપોર્ટ નોંધાવવાનો ઇનકારી કરી દીધો હતો.
શું છે આખો મામલો ?
ઉલ્લેખનીય છે કે, રવિવારે રાતની સર્વશ્રેષ્ઠ ફિચર ડૉક્યૂમન્ટ્રી સીરીઝ માટે ઓસ્કાર પુરસ્કાર આપતા રૉકે સ્મિથની પત્ની તથા અભિનેત્રી જેડા પિન્કેટ સ્મિથની મજાક ઉડાવી હતી. ત્યાર બાદ સ્મિથે મંચ પર આવીને રૉકને થપ્પડ મારી દીધી હતી, જે ઓસ્કારના ઇતિહાસમાં સૌથી ચોંકાવનારી ઘટનામાની એક છે.
બાદમાં સ્મિથને કિંગ રિચર્ડમાં તેના અભિનય માટે સર્વશ્રેષ્ટ અભિનેતાના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો, પુરસ્કાર લેતા સમયે તેને એકેડમી અને નામિત કલાકારો પાસે માફી માંગી હતી, પરંતુ રૉકનુ નામ ન હતુ લીધુ. આ ઘટના પર આક્રોશ અને નિંદા બાદ સ્મિથે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર રૉકે સાર્વજનિક રીતે માફી માંગી હતી.
આ પણ વાંચો......
આજથી આ 8 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, હવે નહીં મળે આ સરકારી સબસિડી, PF જમા પર લાગશે ટેક્સ
CNG-PNG Prices Hike: CNGના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
પીએમ યોજના હેઠળ આધાર કાર્ડથી લોન આપવામાં આવે છે? જાણો મોદી સરકારે શું કહ્યું......
પુતિનનો મોટો દાંવ, હવે ગેસ ખરીદવા માટે યૂરોપિયન દેશો માટે જરૂરી કરી આ પેમેન્ટ સિસ્ટમ, જાણો વિગતે