શોધખોળ કરો
શ્રદ્ધા કપૂરના જન્મદિવસ પર પ્રભાસે શેર કરી શાનદાર તસવીર
શ્રદ્ધા કપૂરના કોસ્ટાર અને સુપરસ્ટાર પ્રભાસે તેના જન્મદિવસ પર ખાસ રીતે શુભેચ્છાઓ પાઠવી છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરનો આજે જન્મદિવસ છે. એક્ટ્રેસ કાલ સાંજથી જ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. શ્રદ્ધા કપૂરને ફેન્સ શુભકામનાઓના મેસેજ મોકલી રહ્યા છે અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. શ્રદ્ધા કપૂરના કોસ્ટાર અને સુપરસ્ટાર પ્રભાસે તેના જન્મદિવસ પર ખાસ રીતે શુભેચ્છાઓ પાઠવી છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસે શ્રદ્ધા કપૂર સાથેની તસવીર શેર કરતા લખ્યું, મારી સ્વીટ અમૃથાને જન્મદિવસની શુભકામનાઓ. ઉલ્લેખનીય છે કે બંને ફિલ્મ સાહોમાં સાથે જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરનું નામ અમૃથા હતું.
પ્રભાસ એક સુપરસ્ટારને સાથે સાથે ખૂબ જ સારા માણસ છે અને પોતાના સ્વભાવને લઈને ઘણા ચર્ચામાં રહે છે. શ્રદ્ધા કપૂરની વાત કરવામાં આવે તો આજે તે 33 વર્ષની થઈ ગઈ છે.View this post on InstagramHere’s wishing my sweetest Amritha @shraddhakapoor a very Happy Birthday!
વર્કફ્રંટની વાત કરવામાં આવે તો હાલમાં જ તે સ્ટ્રીટ ડાન્સરમાં જોવા મળી હતી અને આ ફિલ્મમાં તેના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. હાલ તે ફિલ્મ બાગી 3ને લઈને ચર્ચામાં છે અને આ ફિલ્મ 6 માર્ચના રિલીઝ થઈ રહી છે.
વધુ વાંચો





















