એક રિપોર્ટ મુજબ 29 નેવમ્બરે મહેંદી અને સંગીત સેરેમની યોજાશે. 30 નવેમ્બરે કોકટેલ પાર્ટી, 1 ડિસેમ્બરે હલ્દી સેરેમની અને 2 ડિસેમ્બરે બંને લગ્નના બંધનમાં બંધાશે.
3/6
જોધપુરમાં લગ્ન બાદ બંને બે રિસેપ્શન આપશે. પહેલું રિસેપ્શન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિત્રો માટે મુંબઈમાં યોજાશે. જ્યારે બીજું રિસેપ્શન દિલ્હીમાં યોજાશે.
4/6
હેલિકોપ્ટર 29 તારીખે ઉદયપુરથી સીધું જ જયપુરના ઉમેદ ભવનમાં ઉતરશે. 3 ડિસેમ્બરે પરત ઉદયપુર ફરશે. આ હેલિકોપ્ટરમાં કોણ કોણ હશે તેનો ખુલાસો થયો નથી. પ્રિયંકાની સાથે નિક પણ હોઈ શકે છે. આ હેલિકોપ્ટરથી અન્ય ગેસ્ટને જોધપુર એરપોર્ટથી ચાર-પાંચ રાઉન્ડ માટે ઉમેદ પેલેસ લાવવામાં આવશે.
5/6
સ્પોટ બોયના રિપોર્ટ મુજબ પ્રિયંકા તેના લગ્નના દિવસે જ ઉદયપુર જશે. જ્યાંથી તે હેલિકોપ્ટરથી જોધપુરના ઉમેદ ભવન ઉતરશે. અહીંયા એક હેલિપેડ બનાવાશે. મેવાડ હેલિકોપ્ટર સર્વિસ દ્વારા આ ખબરની પુષ્ટિ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ 29 નવેમ્બર અને 3 ડિસેમ્બર માટે એક હેલિકોપ્ટર બુક કરાવવામાં આવ્યું છે.
6/6
મુંબઈઃ રણવીર સિંહ-દીપિકા પાદુકોણના લગ્ન બાદ હવે પ્રિયંકા ચોપરા-નિક જોનસના લગ્નની ચર્ચા થઈ રહી છે. 2 ડિસેમ્બરના જોધપુરના ઉમેદ ભવનમાં આ શાહી લગ્ન યોજાશે. લગ્ન હિન્દુ અને ખ્રિસ્તી રીત રિવાજ પ્રમાણે થશે.