'પુષ્પા'ની 'શ્રીવલ્લી'એ કર્યો પ્રેમ વિશે ખુલાસો, જાણો પ્રેમ અને લગ્ન વિશે રશ્મિકાએ શું કહ્યું......
પુષ્પાની શ્રીવલ્લી એટલે કે રશ્મિકા મંદાનાએ એક ઇન્ટરવ્યુંમાં દરમિયાન પ્રેમ અને લગ્ન વિશે ખુલીને વાત કરી હતી,
નવી દિલ્હીઃ સાઉથની ફિલ્મ પુષ્પા ધ રાઇસ આજકાલ ખુબ ચર્ચામાં છે, બૉક્સ ઓફિસ પર ફિલ્મ જબરદસ્ત કલેક્શન કરીને તમામ રેકોર્ડ તોડી રહી છે. ફિલ્મમાં એક્ટ્રેસ રશ્મિકા મંદાના અને એક્ટર અલ્લુ અર્જૂન પણ ફેન્સની વચ્ચે વધુ ફેમસ થઇ રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ પોતાના પ્રેમ અંગેના વિચાર વિશે વાત કરી છે. ઉલ્લેખનીય છે કે, રશ્મિકા તેના કથિત સંબંધોને કારણે ચર્ચામાં છે, રશ્મિકા હાલમાં વિજય દેવેરાકોંડાને ડેટ કરી રહી છે, જો કે બંને કલાકારોનું કહેવું છે કે તે સારા મિત્રો છે.
પુષ્પાની શ્રીવલ્લી એટલે કે રશ્મિકા મંદાનાએ એક ઇન્ટરવ્યુંમાં દરમિયાન પ્રેમ અને લગ્ન વિશે ખુલીને વાત કરી હતી, રશ્મિકાએ કહ્યું, “મારા માટે પ્રેમ એ છે જ્યારે તમે એકબીજાને આદર આપો, સમય આપો અને જ્યારે તમે સુરક્ષિત અનુભવો. પ્રેમનું વર્ણન કરવું મુશ્કેલ છે કારણ કે તે લાગણીઓને લઈને છે. પ્રેમ ફક્ત કામ કરે છે. જ્યારે તે બંને બાજુથી થાય છે. માત્ર એક બાજુથી નહીં.
તો વળી, લગ્ન વિશેના સવાલ પર રશ્મિકાએ વાત કરતા કહ્યું કે, “મને ખબર નથી કે આ વિશે શું વિચારવું, કારણ કે હું અત્યારે તે માટે ખૂબ જ નાની છું. મેં હજી સુધી તેના વિશે વિચાર્યું નથી. પરંતુ આ કહ્યા બાદ તમારે સાથે રહેવું પડે. કોઈ એવી વ્યક્તિ છે જે તમને સારું ફિલ કરાવે છે
આ પણ વાંચો----
સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી
Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ
ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી
ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર
બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે
દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ