શોધખોળ કરો
Advertisement
‘તારૂં મોઢું તો જો’ સુંદર ન હોવાથી ડાયરેક્ટરોએ રિજેક્ટ કરી હતી. આજે બોલિવૂડની સુપરસ્ટાર છે આ એક્ટ્રેસ!
અભિનેત્રી રાધિકાનાં કહેવા પ્રમાણે તેના રોલ પર નેપોટિજ્મની નજર પડી શકે છે. હતું એવું કે ડાયરેક્ટર દિનેશ એનો રોલ કોઈ સ્ટાર કિડ્સને આપવા માંગતા હતા.
નવી દિલ્હીઃ ટીવીથી જાણીતી થયેલ એક્ટ્રેસ અને વિશાલ ભારદ્વાજની ફિલ્મ પટાખાથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી રાધિકા મદાન આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. પોતાના ડેબ્યૂ બાદ જ રાધિકા વિતેલા વર્ષે અભિમન્યુ દસાનીના ડેબ્યૂ ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતામાં જોવા મળી હતી. હવે તે ઈરફાન ખાન સ્ટારર અંગ્રેજી મીડિયમમાં કામ કરી રહી છે.
અભિનેત્રી રાધિકાનાં કહેવા પ્રમાણે તેના રોલ પર નેપોટિજ્મની નજર પડી શકે છે. હતું એવું કે ડાયરેક્ટર દિનેશ એનો રોલ કોઈ સ્ટાર કિડ્સને આપવા માંગતા હતા. એક ઈન્ટરવ્યૂમાં રાધિકાએ જણાવ્યું કે કેટલીય મુશ્કેલી પડી ત્યારે ડાયરેક્ટરો અને પ્રોડ્યુસરો આ રોલ માટે માન્યા. આ રોલ માટે રાધિકા ઓડિશન દેવા પણ તૈયાર હતી. ત્યારે જઈને રાધિકાને આ રોલ મળ્યો.
આ ફિલ્મ માટે પહેલા સારા અલી ખાનની માગ ઉઠી રહી હતી. એવી ખબરો આવી રહી હતી કે સારા ફિલ્મમાં ઈરફાનની દીકરીની ભુમિકા નિભાવવાની છે. એવામા રાધિકાએ નામ લીધા વગર સારા પર જ પ્રશ્નો ઉભા કર્યા હતા એવું બોલિવૂડ જાણકારોનું કહેવું છે. નાના પરદા પરથી મોટો મુકામ હાંસલ કરી સીધી બોલિવૂડમાં એન્ટ્રી લઈ લીધી છે. રાધિકાની એક બીજી પણ ફરિયાદ હતી કે ડાયરેક્ટરે તેને રોલ આપવાથી મનાઈ કરતા હતા કારણ કે તે સુંદર નહોતી દેખાતી.
રાધિકાએ ઈન્ટરવ્યૂમાં બિન્દાસથી કહ્યું હતું કે એક દિવસ હતો કે ત્યારે મને સુંદર ન હોવાના લીધે રિજેક્શન મળતા હતા. પરંતુ મે પટાખામાં કામ કરીને શાનદાર ઓળખ મેળવી. આ પહેલા રાધિકા સિરિયલ મેરી આશિકી..તુમ્હી સે હીમાં પણ પોતાની દમદાર એક્ટિંગ બતાવી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement