શોધખોળ કરો
જાણીતા ગુજરાતી ગીત પર ડાન્સ કરતી જોવા મળશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત
બ્રહ્માસ્ત્ર ઉપરાંત રાજ કુમાર રાવ અને મૌની રોય આગામી ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’માં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ એક જાણીતા ગુજરાતી લોકગીત પર ડાન્સ કરતાં નજરે પડશે.

મુંબઈઃ બ્રહ્માસ્ત્ર ઉપરાંત રાજ કુમાર રાવ અને મૌની રોય આગામી ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’માં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ એક જાણીતા ગુજરાતી લોકગીત પર ડાન્સ કરતાં નજરે પડશે. જેમાં તેઓ ગુજરાતી ગીત ‘ઓઢણી ઓઢુ’ને ર્રિક્રેએટ કરશે. આ ગીતનું શૂટિંગ ત્રણ દિવસ સુધી મુંબઇના પવઇ સ્ટુડિયોમાં કરવામાં આવશે.
ફિલ્મની નજીકની વ્યક્તિએ જણાવ્યું હતું કે, ફિલ્મનું કામ પુરું થઇ ગયું પછી દિગ્દર્શક દિનેશ વિઝને રાજ કુમાર રાવ અને મૌની રોય પર એક ગીતનું ફિલ્માંકન કરવાનો નિર્ણય લીધો. આ ફિલ્મમાં તેઓગુજરાતી યુગલ તરીકે જોવા મળવાના હોવાથી ગુજરાતીનું લોકપ્રિય લોક ગીત 'ઓઢણી ઓઢું તો' પર શૂટિંગ કરવામાં આવશે. જોકે આ ગીતને યુવાન દર્શકોને ધ્યાનમાં રાખીને રિક્રિએટ કરવામાં આવશે.
ફિલ્મના દિગ્દર્શકે આ વાતનું સમર્થન આપતાં જણાવ્યું હતું કે, '' હા, અમે રાજ અને મૌની પર એક ગીતનું શૂટિંગ કરવાના છે. જોકે અમારે હજી ગાયક અને ટ્રેકનું સ્ક્રેચ વર્ઝન બાકી છે. આ ફિલ્મમમાં ગુજરાતી યુવકની વાત છે,જે વ્યવસાય અર્થે ચીન જાય છે અને સફળ થઇને આવે છે. મૌની આ ફિલ્મમાં મુંબઇમાં રહેતી યુવતીનું પાત્ર ભજવે છે જે રાજ સાથે પરણીને ગુજરાતમાં ઠરીઠામ થાય છે.
મૌની અને રાજકુમાર અભિનિત આ એક કોમેડી ફિલ્મ છે. ફિલ્મ 30 ઓગસ્ટ, 2019ના રોજ રિલીઝ થશે તેમ કહેવામાં આવી રહ્યું છે. IPL ફાઇનલ પહેલા હાર્દિક પંડ્યાએ કર્યો હુંકાર, ચેન્નાઈને આપી આવી ચેતવણી, જાણો વિગત IPL: ધોની અને CSKએ બનાવ્યા આ ખાસ રેકોર્ડ, જાણો વિગત
ફિલ્મની નજીકની વ્યક્તિએ જણાવ્યું હતું કે, ફિલ્મનું કામ પુરું થઇ ગયું પછી દિગ્દર્શક દિનેશ વિઝને રાજ કુમાર રાવ અને મૌની રોય પર એક ગીતનું ફિલ્માંકન કરવાનો નિર્ણય લીધો. આ ફિલ્મમાં તેઓગુજરાતી યુગલ તરીકે જોવા મળવાના હોવાથી ગુજરાતીનું લોકપ્રિય લોક ગીત 'ઓઢણી ઓઢું તો' પર શૂટિંગ કરવામાં આવશે. જોકે આ ગીતને યુવાન દર્શકોને ધ્યાનમાં રાખીને રિક્રિએટ કરવામાં આવશે.
ફિલ્મના દિગ્દર્શકે આ વાતનું સમર્થન આપતાં જણાવ્યું હતું કે, '' હા, અમે રાજ અને મૌની પર એક ગીતનું શૂટિંગ કરવાના છે. જોકે અમારે હજી ગાયક અને ટ્રેકનું સ્ક્રેચ વર્ઝન બાકી છે. આ ફિલ્મમમાં ગુજરાતી યુવકની વાત છે,જે વ્યવસાય અર્થે ચીન જાય છે અને સફળ થઇને આવે છે. મૌની આ ફિલ્મમાં મુંબઇમાં રહેતી યુવતીનું પાત્ર ભજવે છે જે રાજ સાથે પરણીને ગુજરાતમાં ઠરીઠામ થાય છે.
મૌની અને રાજકુમાર અભિનિત આ એક કોમેડી ફિલ્મ છે. ફિલ્મ 30 ઓગસ્ટ, 2019ના રોજ રિલીઝ થશે તેમ કહેવામાં આવી રહ્યું છે. IPL ફાઇનલ પહેલા હાર્દિક પંડ્યાએ કર્યો હુંકાર, ચેન્નાઈને આપી આવી ચેતવણી, જાણો વિગત IPL: ધોની અને CSKએ બનાવ્યા આ ખાસ રેકોર્ડ, જાણો વિગત વધુ વાંચો