Raju Srivastava Health: રાજુ શ્રીવાસ્તવની તબિયતને લઈને મોટું અપડેટ, 15 દિવસ પછી કોમેડિયન ભાનમાં આવ્યાં
જિમમાં વર્કઆઉટ દરમિયાન તેમને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને પડી ગયા બાદ તેમને 10 ઓગસ્ટે અહીં દાખલ કરવામાં આવ્યા હતા.
Raju Srivastava Health: દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ 15 દિવસથી જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહ્યા છે. તેમનો પરિવાર અને ચાહકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા થાકતા નથી, જ્યારે રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને આજે એક મોટું અપડેટ આવ્યું છે. વાસ્તવમાં આજે 15 દિવસ પછી તે ભાનમાં આવ્યા છે.
રાજુ શ્રીવાસ્તવના અંગત સચિવે માહિતી આપી છે કે, “કોમેડિયન આજે ફરી ભાનમાં આવી ગયા છે અને દિલ્હી AIIMSમાં ડોક્ટરો દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.”
Raju Srivastava gained consciousness today after 15 days, he's being monitored by doctors at AIIMS Delhi. His health condition is improving: Garvit Narang, his Personal Secy
— ANI (@ANI) August 25, 2022
He was admitted here on Aug 10 after experiencing chest pain & collapsing while working out at the gym. pic.twitter.com/kmPfqRey1a
તમને જણાવી દઈએ કે જિમમાં વર્કઆઉટ દરમિયાન તેમને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને પડી ગયા બાદ તેમને 10 ઓગસ્ટે અહીં દાખલ કરવામાં આવ્યા હતા.
મિત્રએ પણ પોસ્ટ કરી અને રાજુ શ્રીવાસ્તવના ભાનમાં આવવા વિશે જાણ કરી
રાજુ શ્રીવાસ્તવના મિત્ર અન્નુ અવસ્થીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, રાજુ ભૈયા ફરી ભાનમાં આવી ગયા છે, તમારી પ્રાર્થના કામમાં આવી ગઈ છે.
રાજુ શ્રીવાસ્તવને હવે ન્યુરોલોજી થેરાપી આપવામાં આવી રહી છે
ગત દિવસે રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય અંગે જારી કરવામાં આવેલા અપડેટમાં કહેવામાં આવ્યું હતું કે તેમના મગજ સિવાય આખું શરીર કામ કરી રહ્યું છે. મગજનો ચેપ પણ દૂર થયો છે. રાજુ શ્રીવાસ્તવને ન્યુરો ફિઝિયોથેરાપી પણ આપવામાં આવી રહી છે. હાલમાં એમ્સની ન્યુરોલોજીની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી રહી છે.