Ram Charanની પત્ની Upasanaનું છલકાયું દર્દ, કહ્યું લગ્નના 10 વર્ષ પછી પણ માતા ન બનવા પર સાંભળવા પડ્યા ટોણાં
Ram Charan Wife Upasana Pregnant: રામ ચરણની પત્ની ઉપાસનાએ હાલમાં જ ખુલાસો કર્યો હતો કે લગ્નના લાંબા સમય બાદ પણ માતા ન બનવાને કારણે તેને ઘણીવાર લોકોના મેણાંટોણાંનો સામનો કરવો પડ્યો હતો.
Ram Charan Wife Upasana Pregnant: સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને પત્ની ઉપાસના કોનિડેલાએ સોમવારે તેમની પ્રથમ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. વર્ષ 2012માં લગ્ન કરનાર આ કપલે અગાઉ પરિવાર શરૂ કરવા માટે સમય કાઢવાની વાત કરી હતી. થોડા સમય પહેલા આધ્યાત્મિક નેતા સદગુરુ સાથેની આવી જ વાતચીતમાં, ઉપાસનાએ લોકોના મેણાંટોણાંની વાતો કરી હતી.આ વર્ષની શરૂઆતમાં સ્ટેજ પર સદગુરુ સાથેની વાતચીતમાં ઉપાસનાએ તેમને પૂછ્યું કે શા માટે લોકો "તેની માતૃત્વ ધારણ કરવાની ક્ષમતા પર સવાલ ઉઠાવવાનું તેમની ફરજ માને છે." તેને સ્ટેજ પર પૂછ્યું હતું કે, "મારા લગ્નને 10 વર્ષ થયા છે અને હું તેનાથી ખૂબ જ ખુશ છું. હું મારી જીંદગી, મારા પરિવારને ખૂબ જ પ્રેમ કરું છું, પરંતુ લોકો મારા અને RRR પર સવાલ ઉઠાવવાને તેમની ફરજ કેમ માને છે. પ્રથમ મારો સંબંધ છે. બીજું મારી પ્રજનન કરવાની ક્ષમતા અને ત્રીજું જીવનની મારી ભૂમિકા છે. મારા જેવી ઘણી સ્ત્રીઓ છે જેઓ જવાબ માંગે છે."
View this post on Instagram
સદગુરુને ઉપાસનાએ જણાવ્યું પોતાનું દર્દ
આ પ્રશ્નના જવાબમાં સદગુરુએ કહ્યું કે તેઓ ઉપાસના અને તે દરેક મહિલાને ઈનામ આપશે. જે માં બની શકે છે જો કે તે બનવા નથી માંગતી. મે પહેલા જ યુવા મહિલા માટે ઇનામની જાહેરાત કરી દીધી છે. જે સ્વસ્થ છે અને માતૃત્વ ધારણ કરી શકે છે. જો કે તેઓ આવું કરવા નથી માંગતી. આ સૌથી મોટી સેવા છે. જે તમે અત્યારે કરી શકો છો. જો તમે વાઘણ હોત, તો હું કહેતો કે તમે માતૃત્વ ધારણ કરો, કારણ કે તે એક લુપ્તપ્રાય પ્રજાતિ છે. પરંતુ આપણે લુપ્તપ્રાય પ્રજાતિ નથી. આપણે ઘણા બધા છીએ."ઉપાસનાને સદગુરુને મજાકમાં કહ્યું તમને મારી માતા અને સાસુનો ફોન આવશે.
View this post on Instagram
ખાસ રીતે ગર્ભાવસ્થાની કરી જાહેરાત
રામ અને ઉપાસનાએ સોમવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. રામના પિતા ચિરંજીવીએ સત્તાવાર જાહેરાત પોસ્ટ કરી, જેમાં લખ્યું હતું કે, "શ્રી હનુમાનજીના આશીર્વાદ સાથે, અમને એ જણાવતા આનંદ થાય છે કે ઉપાસના અને રામ ચરણ તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. પ્રેમ અને કૃતજ્ઞતા સાથે સુરેખા અને ચિરંજીવી કોનિડેલી, શોભના અને અનિલ કામીનેની."
થોડા સમય પછી દંપતીને ફિલ્મ ઉદ્યોગ અને મિત્રો દ્વારા અભિનંદનની પોસ્ટ્સથી છલકાઈ ગયું. રામ હાલમાં 'RC15'ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેનું નિર્દેશન શંકર કરી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ 'RRR'ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ ફિલ્મને બેસ્ટ પિક્ચર - નોન-અંગ્રેજી ભાષા માટે નોમિનેટ કરવામાં આવી છે અને ફિલ્મના ટ્રેક 'નાતુ નાતુ'ને બેસ્ટ ઓરિજિનલ સોંગ - મોશન પિક્ચર માટે નોમિનેટ કરવામાં આવ્યું છે.