શોધખોળ કરો
Advertisement
‘83’ ની રિલીઝ ડેટ આવી સામે, આ તારીખે થશે સિનેમાઘરોમાં રિલીઝ થશે રણવીર સિંહની ફિલ્મ
ફિલ્મ 83 વર્ષ 1983માં યોજાયેલા વર્લ્ડકપ પર આધારિત છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં લગ્ન કર્યા બાદ પહેલીવાર સાથે સિલ્વર સ્ક્રીન શેર કરશે.
મુંબઈ: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘83’જ જલ્દી જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ 25 જૂને રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે. આ પહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર અક્ષય કુમાર અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી ’ 2 એપ્રિલ, 2021ના રોજ રિલીઝ થશે.
મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ ‘83’ વર્ષ 2021ની સુપરહિટ ફિલ્મોમાંથી એક સાબિત થઈ શકે છે. ફિલ્મ નિર્માતાએ આ ફિલ્મને જૂનમાં રિલીઝ કરવાનો નિર્ણય એટલા માટે લીધો છે કે, 2 એપ્રિલે ફિલ્મ સૂર્યવંશી રિલીઝ થઈ રહી છે અને તેના બાદ મે મહિનામાં રમઝાન પર સલમાન ખાનની ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ અને સત્યમેવ જયતે -2 રિલીઝ થઈ થશે.
ફિલ્મ 83 વર્ષ 1983માં યોજાયેલા વર્લ્ડકપ પર આધારિત છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં લગ્ન કર્યા બાદ પહેલીવાર સાથે સિલ્વર સ્ક્રીન શેર કરશે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion