યો યો હની સિંહનો ટ્રાંસફોર્મેશન લૂક સોશિયલ મીડિયામાં વાયરલ, ફેન્સ બોલ્યા 2012નો હની સિંહ પરત ફર્યો..
યો યો હની સિંહના નામથી જાણીતો રેપર હની સિંહ ફરી એકવાર ચર્ચામાં છે. હની સિંહ આ વખતે તેના કોઈ ગીતના કારણે ચર્ચામાં નતી પરંતુ તેના શરીરમાં થયેલા મોટા બદલાવના કારણે ચર્ચામાં છે.
![યો યો હની સિંહનો ટ્રાંસફોર્મેશન લૂક સોશિયલ મીડિયામાં વાયરલ, ફેન્સ બોલ્યા 2012નો હની સિંહ પરત ફર્યો.. rapper honey singh has shared photos of his latest body transformation યો યો હની સિંહનો ટ્રાંસફોર્મેશન લૂક સોશિયલ મીડિયામાં વાયરલ, ફેન્સ બોલ્યા 2012નો હની સિંહ પરત ફર્યો..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/15/cf6b4d70c10640dc532e57a6c275e23e_original.webp?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
યો યો હની સિંહના નામથી જાણીતો રેપર હની સિંહ ફરી એકવાર ચર્ચામાં છે. હની સિંહ આ વખતે તેના કોઈ ગીતના કારણે ચર્ચામાં નતી પરંતુ તેના શરીરમાં થયેલા મોટા બદલાવના કારણે ચર્ચામાં છે. હાલ હની સિંહના ટ્રાન્સફોર્મેશન લૂક અંગે સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે હની સિંહ આટલો કઈ રીતે બદલાઈ ગયો. હની સિંહે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેનો બદલાયેલ અવતાર જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં તે પોતાની મસ્ક્યુલર બોડીને બતાવી રહ્યો છે અને સાથે જ તેનો સિગ્નેચર સ્ટેપ પણ કરી રહ્યો છે. હની સિંહની આ તસવીર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે.
યો યોના ટ્રાન્સફોર્મેશન લુકને જોઈને તેના ચાહકોની આંખો ખુલ્લી રહી ગઈ. ચાહકોને લાંબા સમય પછી હની સિંહનો આ અવતાર જોવા મળ્યો છે. આ દિવસોમાં હની સિંહ તેની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપી રહ્યો છે, તેનો આ નવો અવતારથી તેના ચાહકો એ વિચારી રહ્યા છે કે હની સિંહ કઈ રીતે પોતાની બોડીમાં આટલો ઝડપથી ફેરફાર કરી શકે છે?
View this post on Instagram
સોશિયલ મીડિયા પર હની સિંહની આ તસવીર પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ તો થઈ રહ્યો છે જ સાથે સાથે દર્શકો પણ તેની આ તસવીરને જોરદાર રીતે શેર કરી રહ્યા છે. ફેન્સ ફરી એકવાર 2012ના હની સિંહને જોવા માટે ઉત્સુક છે. 2012ના સમયગાળામાં હની સિંહનો દબદબો જોવા મળતો હતો. એ સમયમાં હની સિંહના રેપ સોંગ ખુબ જ પ્રચલિત થતા હતા અને ચાહકો તેના નવા આલ્બમની આતુરતાથી રાહ જોતા હતા.
સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરતા યુઝર્સ લખી રહ્યા છે કે- હવે લાગે છે કે તેમનો 2012નો હની સિંહ ફરી એકવાર જોવા મળશે. અન્ય એક ચાહકે લખ્યું કે - તમારો ભાઈ ફરી એકવાર છવાઈ જવાનો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)