હાલ સલમાન ખાનની આગામી ફિલ્મ ભારત અને રેમો ડિસૂઝાની અપકમિંગ ફિલ્મ સ્ટ્રીટ ડાંસરના સેટ્સ મુંબઈ સ્થિત ફિલ્મસિટીમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રેમો તેની ફિલ્મના શૂટિંગમાંથી સમય કાઢીને ભારતના સેટ પર ગયો હતો, પરંતુ સલમાન ફિલ્મના એક સીનમાં વ્યસ્ત હતો. જે કારણે તે રેમોને મળી શક્યો નહોતો. જોકે, સલમાને રેમોને રાતે ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું.
2/3
જે બાદ રેમો રાત્રે સાડા ત્રણ વાગે સલમાનના ઘરે પહોંચી ગયો હતો. રેમો જૂની વાતો ભૂલીને સલમાન ખાનને મનાવવાની કોશિશ કરી રહ્યો છે. રેસ 3ના કારણે બગડેલા સંબંધો સુધરે તેમ રેમો ઈચ્છે છે.
3/3
મુંબઈઃ બોલીવુડમાં સલમાન ખાન સાથે દુશ્મનાવટ કરવી પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર કરવા જેવું છે. થોડા મહિના પહેલા ફિલ્મ રેસ 3 દરમિયાન સલમાન ખાન અને ડાયરેક્ટર તથા કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા વચ્ચે ખટરાગ થયો હતો. સલમાન અને રેમો વચ્ચે ફિલ્મના કેટલાક સીનને લઈ મતભેદ હોવાનું કહેવાય છે. જે બાદ રેસ 3 બોક્સ ઓફિસ પર ધાર્યા પ્રમાણેનો દેખાવ ન કરી શકી તે પછી બંને વચ્ચે મતભેદ વકર્યો હતો.