શોધખોળ કરો
Advertisement
કેન્સર સામેની લડત જીતીને એક વર્ષ બાદ મુંબઈ પરત ફર્યા આ બોલિવૂડ એક્ટર, જુઓ VIDEO
જ્યારથી ઋષિ કપૂરને કેન્સરના અહેવાલ સામે આવ્યા હતા ત્યારથી તેના ફેન્સ સહિત સમગ્ર દેશ તેમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર ઋષિ કપૂર અંદાજે 11 મહિના બાદ કેન્સરની સારવાર કરાવીને ન્યૂયોર્કથી ભારત પરત ફર્યા છે. તેમના ફેન્સ સહિત બોલિવૂડ પણ તેમની આતૂરતથી રાહ જોઈ રહ્યા હતા. ગઈકાલે રાતે ઋષિ કપૂર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા. ઋષિ કપૂરનો જે વીડિયો અને તસવીર સામે આવી છે તેને જોઈને ફેન્સ અને તેના ચાહકો ખુશ થઈ ગયા હશે.
જ્યારથી ઋષિ કપૂરને કેન્સરના અહેવાલ સામે આવ્યા હતા ત્યારથી તેના ફેન્સ સહિત સમગ્ર દેશ તેમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા અને ઝડપથી સાજા થવાની કામના પણ કરી રહ્યા હતા. ઋષિ કપૂર અને નીતૂની ભારત વાપસીની જાણકારી સૌથી પહેલા અભિનેતા અનુપમ ખેરે આપી હતી.
તેઓ પણ પોતાના દેશ અને ઘરને ખૂબ જ યાદ કરી રહ્યા હતા. મુંબઈ આવવાથી તેઓ કેટલા ખુશ છે તે તેમની તસવીરો પરથી જ જોઈ શકાય છે. ઋષિ કપૂર અને નીતા કપૂરે એરપોર્ટ પર ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. ઋષિ કેઝુઅલ લૂકમાં હતા જ્યારે નીતૂ બ્લેક ટોપ, ડેનિમ જીન્સ અને બ્લેક શ્રગમાં જોવા મળી હતી. સોમવારે તેમની દીકરી રિદ્ધિમાં કપૂરે ઈન્સ્ટાગ્રામ પર તેના માતા-પિતા ભારત પરત ફરી રહ્યા છે તે અંગે જાણકારી આપી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion