Chintan Shivir: સોમનાથમાં ત્રિદિવસીય ચિંતન શિબિરને લઈને તૈયારીઓને આખરી ઓપ
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્રિદિવસીય ચિંતન શિબિરને લઈ હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શિબિરના એક દિવસ પહેલા કેશોદ એયરપોર્ટથી ચિંતન શિબિરના સ્થળ સુધી પોલીસે રિહર્સલ કર્યું. આ તરફ સોમનાથ સર્કિટ હાઉસને દુલ્હનની માફક શણગારાયું. CMના સચિવ અને IAS અધિકારીઓ ચિંતન શિબિરમાં હાજર રહેશે. અગાઉ સરકારી બાબુઓ ટ્રેનમાં મુસાફરી કરવાના હતા. જોકે છેલ્લી ઘડીએ સરકારી બાબુઓને ટ્રેનની મુસાફરી ન ફાવી.. સરકારી પરિવહન સેવાનો લાભ લેવાના બદલે હવે અધિકારીઓ અને મંત્રીઓ VIP સુવિધાઓ ભોગવશે. ચિંતન શિબિર માટે અલગથી ફ્લાઈટ બુકિંગ કરાવ્યું છે. નાની ફ્લાઈટ હોવાથી બે ફેરા કરવામાં આવશે. અમદાવાદથી મંત્રીઓ કેશોદ સુધી હવાઈ માર્ગે જશે. ત્યારબાદ કેશોદ એયરપોર્ટથી બાય રોડ સોમનાથ જશે. અગાઉ મંત્રીઓ અને અધિકારીઓનું ટ્રેનમાં જવાનું આયોજન હતું.