શોધખોળ કરો
Advertisement
સૈફ અલી ખાનની ફિલ્મ ‘જવાની જાનેમન’નું ટ્રેલર રિલીઝ, તબ્બુ અને આલિયાએ મચાવ્યો ધમાલ
‘જવાની જાનેમન’નું ટ્રેલર થોડાક સમયમાં યૂટ્યૂબ પર 23 લાખથી વધુ વખત જોવાઈ ચુક્યું છે. ફિલ્મ 31 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.
મુંબઈ: સૈફ અલી ખાન, તબ્બુ અને આલિયા ફર્નીચરવાલાની ફિલ્મ ‘જવાની જાનેમન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર કૉમેડીથી ભરપૂર છે. સૈફ અલી ખાન આ ફિલ્મમાં એક પ્લેબૉયની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મથી અભિનેત્રી પૂજા બેદીની દિકરી આલિયા ફર્નિચરવાલા બોલિવૂડમાં એક્ટીંગ કેરિયર શરૂ કરવા જઈ રહી છે.
આ ફિલ્મમાં સૈફ અલી ખાનનું પાત્ર એક એવા વ્યક્તિનું છે, જે આશિક મિજાજ છે. તેને યુવતીઓ અને પાર્ટી ખૂબ પસંદ છે. દરરોજ તે નવી યુવતી સાથે નજર આવે છે. એવામાં એક દિવસે અચાનક 21 વર્ષ બાદ આલિયા એફ તેના જીવનમાં આવે છે અને તેને એ જણાવીને ઝટકો આપે છે કે તે તેની દિકરી છે. આલિયાની માતાનો રોલ તબ્બૂ ભજવી રહી છે. સૈફ અલી ખાન લાંબા સમય પછી તબ્બુ સાથે સ્ક્રીન શેર કરતા નજરે પડશે.
‘જવાની જાનેમન’નું ટ્રેલર થોડાક સમયમાં યૂટ્યૂબ પર 23 લાખથી વધુ વખત જોવાઈ ચુક્યું છે. આ ફિલ્મનું નિર્દેશન નિતિન કક્કડે કર્યું છે. ફિલ્મ 31 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement