શોધખોળ કરો
Advertisement

બોલીવુડમાં ભાઈ-ભત્રીજાવાદ કામ નથી કરતો, મારી ફ્લોપ ફિલ્મો પણ 100 કરોડનો ધંધો કરે છેઃ સલમાન ખાન

1/5

‘લવયાત્રિ’ ફિલ્મ ગુજરાતી બેકગ્રાઉન્ડ પર બની છે. આ ફિલ્મ લવ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મ 5 ઓક્ટોબર 2018ના રોજ રિલીઝ થશે.
2/5

‘લવયાત્રિ’ વિવાદ પણ પર તેણે વાત કરતાં કહ્યું કે, જો તેઓ આ ટાઇટલ ન ઇચ્છતાં હોય તો અમે તેને બદલી દઈશું, જો ટાઇટલથી જ ફિલ્મો ચાલતી હોત તો અમે ફિલ્મો સતત છોડી દેત. આ કોઇ વિવાદાસ્પદ ટાઇટલ નથી પરંતુ એક લવ સ્ટોરી ફિલ્મ છે. પરંતુ કેટલાક લોકોને આમાં ખોટું લાગી રહ્યું છે. અમે કોઈ હેટ સ્ટોરી તો બનાવી નથી રહ્યા, માત્ર લવ સ્ટોરી બનાવી રહ્યા છીએ.
3/5

મુંબઈઃ સલમાન ખાન હાલ રિયાલિટી ટીવી શો બિગ બોસ 12ને હોસ્ટ કરી રહ્યો છે. આ ઉપરાંત તે આગામી ફિલ્મ ભારતના શૂટિંગને પણ વ્યસ્ત છે. તાજેતરેમાં જ તેણે ઈન્ડસ્ટ્રીમાં ભાઈ-ભત્રીજાવાદને લઈ ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભાઈ-ભત્રીજાવાદ કામ નથી કરતો અને દર્શકો માત્ર સારી ફિલ્મો તથા કલાકારોનો સ્વીકાર કરે છે. તેમની પૃષ્ઠભૂમિથી કોઈ ફર્ક પડતો નથી.
4/5

સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ દ્વારા બનાવવામાં આવેલી નવી ફિલ્મ લવયાત્રી દ્વારા તે જીજા આયુષ શર્માને ફિલ્મી દુનિયામાં લોન્ચ કરી રહ્યો છે. તેણે કહ્યું કે, જો હું આયુષને મોકો ન આપત તો અન્ય કોઈ આપત. કારણકે ઘણા વર્ષોથી આ તે આકરી મહેનત કરી રહ્યો છે. સલમાને કહ્યું કે, તે આકરી મહેનતા કરી રહ્યો છે. મને ખબર હતી કે ભાઈ-ભત્રીજાવાદનો મુદ્દો ઉઠશે. તે એક નેતાનો દીકરો છે. તમે તેને ભાઈ-ભત્રીજાવાદના મુદ્દા સાથે કેવી રીતે ડોજી શકો છે.
5/5

સલમાને કહ્યું કે, મારી ફ્લોપ ફિલ્મો પણ 100 કરોડ રૂપિયાથી વધુનો વકરો કરે છે. મેં આયુષ અને વરિનાને કહ્યું કે, જો તેઓ ફ્લોપ ફિલ્મ આપશે તો પણ બોક્સ ઓફિસ પર 160 કરોડનો ધંધો કરશે. તેથી હવે તેમના પર દબાણ છે.
Published at : 27 Sep 2018 10:12 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
રાજકોટ
Advertisement
