શોધખોળ કરો
Advertisement
સલમાન ખાનની આ ફિલ્મના એક સીન પાછળ નિર્માતા ખર્ચ કરશે 10 કરોડ રૂપિયા
નવી દિલ્હીઃ સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ભારત’ ઘણાં દિવસથી ચર્ચામાં છે. આ ફિલ્મ માટે દર્શકોમાં પણ ખૂબ જ ક્રેઝ છે. આ ફિલ્મ આ વર્ષે ઈદના અવસર પર રિલીઝ થશે. પરંતુ હવે આ ફિલ્મ સાથે જોડાયેલ એક મહત્ત્વની જાણકારી આવી રહી છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. મળતી માહિતી મુજબ, ફિલ્મના ક્લાઇમેક્સ માટે નિર્માતાઓ મુંબઇની ફિલ્મ સિટીમાં એક સેટ બનાવવાના છે. આ સેટને દિલ્હીનો લૂક અપાશે. આ સેટની કિંમત 10 કરોડ રૂપિયા છે. જોકે તેને ક્લાઇમેક્સમાં નષ્ટ કરવામાં આવશે.
આ સિવાય જાણકારી મળી છે કે આ ફિલ્મને હિન્દીની સાથે તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવશે. મેકર્સ બીજી ભાષાઓમાં ડબિંગ કરાવવા માટે વોઇસ ઓવર આર્ટિસ્ટ્સની શોધમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વેલન્ટાઇન્સ ડે પર આ ફિલ્મની સમગ્ર ટીમ એક સાથે હશે. આ દરમિયાન આ સીનને શૂટ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement