શોધખોળ કરો
Advertisement
રાનૂ મંડલને લઈને સલમાન ખાને કર્યો મોટો ખુલાસો, કહ્યું- મેં એને ઘર અને કાર.....
થોડા સમય પહેલા ન્યૂઝ સામે આવ્યા હતા કે સલમાન ખાને રાનૂ મંડલને 55 લાખ રૂપિયાનું ઘર ગિફ્ટ કર્યું હતુ.
મુંબઈઃ સ્મોલ સ્ક્રિનનાં પોપ્યુલર અને વિવાદિત શોનું લોન્ચિંગ સોમવારે મોડી સાંજે મુંબઇમાં થયું હતું. બિગ બૉસ-13નો આગાઝ એક નવાં અંદાજમાં મેટ્રો સ્ટેશન પર થયો હતો. આ લૉન્ચિંગ ઇવેન્ટ અંધેરી મેટ્રો સ્ટેશન પર રાખવામાં આવી હતી. આ સમયે સલમાન ખુબજ ખુશ હતો અને મસ્તીનાં મૂડમાં હતો. ઢોલ-નાગારાની સાથે સલમાનની એન્ટ્રી થઇ હતી. આ સમયે સલમાન ખુબ નાચ્યો હતો. આ ઇવેન્ટમાં સલમાનની સાથે અર્જુન બિજલાની, અમિષા પટેલ, સના ખાન અને પૂજા બેનર્જી જેવાં એક્ટર્સ પણ નજર આવ્યાં. આ વચ્ચે સલમાને ઘણાં મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. તેણે બિગ બોસ સાથે જોડાયેલાં પ્રશ્નોનાં દિલ ખોલીને જવાબ આપ્યો હતો. તેણે આ ઉપરાંત તેણે રાનૂ મંડલ (Ranu Mondal)ને ઘર અને મકાન આપવાની વાતનો ખુલાસા કર્યો હતો.
થોડા સમય પહેલા ન્યૂઝ સામે આવ્યા હતા કે સલમાન ખાને રાનૂ મંડલને 55 લાખ રૂપિયાનું ઘર ગિફ્ટ કર્યું હતુ. જો કે આ બધી વાતોને રાનૂએ ફગાવી દીધી હતી. મીડિયાએ રાનૂ સાથે આ વિશે વાત કરતા જ્યારે સવાલ પૂછ્યો તો તેમણે ચોખ્ખુ જણાવ્યું હતુ કે તેમને આના વિશે કોઈ જાણકારી નથી. તેમણે કહ્યું કે જો આવુ હોય તો સલમાને પોતે આ વાતની ઘોષણા કરત અથવા તેમની સાથે મુલીકાત કરત.
સલમાન બિગબૉસ-13ની લૉન્ચિંગ ઇવેન્ટમાં પહેલી વખત કાર અને ઘરની ગિફ્ટ અંગે વાત કરે છે અને આ તમામ વાતોને અફવા ગણાવી હતી. સલમાન ખાન હસતાં હસતાં કહે છે કે, 'અરે.. મારુ અને એનું કંઇ જ નથી યાર. મારા પોતાને ઘરની પ્રૉબ્લમ છે. હું પોતે એક બેડરૂમનાં ઘરમાં રહું છું. ના મે ઘર આપ્યું છે ન કાર'.
સલમાને કહ્યું કે કોઈ મને બરબાદ કરવા પર અડ્યું છે. કોઈ મને કહે છે કે મે તેને ગાડી આપી, ઘર આપ્યું અરે મારી પોતાની પાસે કઈ નથી. ગાડી તો આજકાલ EMIમા મળે છે, લઈ લેશે તે લોકો. સલમાનના આ નિવેદનથી એ ક્લિઅર થઈ ગયુ કે સલમાને રાનૂ મંડલને ઘર અને ગાડી આપી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement