જાવેદ જાફરી તેની આગામી ફિલ્મ ટોટલ ધમાલનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત પણ નજરે પડશે.
2/5
જાવેદ જાફરી પાસે ડોનેશનનું પ્રૂફ માંગવામાં આવ્યું ત્યારે તેની પાસે કોઈ પુરાવો નહોતો.એટલું જ નહીં સલમાને પણ આ ડોનેશન અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી અને કેરળના મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં સલમાન ખાનનું નામ નહોતું. જે બાદ લોકોએ તેને ટ્રોલ કર્યો હતો.
3/5
સલમાન ખાનના મિત્ર જાવેદ જાફરીએ આજે ટ્વિટ કરીને જણાવ્યું કે, સલમાને કેરળના પૂરપીડિતોની મદદ માટે 12 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ વ્યક્તિ ખરેખર કંઈક અલગ છે. કેટલા લોકોના આશીર્વાદ લઈને ચાલી રહ્યો છે. ભગવાન તમને સલામત રાખે. તમારી ઈજ્જ કરવાની સાથે ખૂબ પ્રેમ કરું છું. આ અહેવાલ બાદ લોકો સલમાન ખાનને અસલી હીરો ગણાવા લાગ્યા પરંતુ જ્યારે સચ્ચાઈ સામે આવી ત્યારે બધા હેરાન રહી ગયા.
4/5
મુંબઈઃ કેરળમાં આવેલા સદીના ભયાનક પૂરને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કુદરતની કહેર બાદ કેરળને બેઠું કરવા માટે આમ આદમીથી માંડી રાજકીય પક્ષો, બોલીવુડ સ્ટાર્સ, ક્રિકેટર્સ તેમનાથી બનતી મદદ કરી રહ્યા છે. પોર્ન સ્ટારમાંથી બોલીવુડ સ્ટાર બનેલી સની લિયોનીએ પણ કેરળના પૂરગ્રસ્તોને મદદ કરી છે.
5/5
જાવેદને તેની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે આ ટ્વિટ દૂર કર્યું અને લખ્યું કે મેં આવા સમાચાર ક્યાંક સાંભળ્યા હતા. તમારી માટે પણ જાણકારી છે કે હજી સુધી ‘ભાઈ’ તરફથી 12 કરોડની કોઈ પણ મદદની ખબર સત્ય નથી. જ્યાં સુધી કન્ફર્મ ન થઈ જાય ત્યાં સુધી મારુ ટ્વિટ પરત ખેંચું છું.