શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
'દબંગ 3'ના વિલનથી ઈમ્પ્રેસ થયો સલમાન, ગિફ્ટમાં આપી 2 કરોડની લક્ઝરીયસ કાર
સલમાને સુદીપના કામથી ઈમ્પ્રેસ થઈ તેને 2 કરોડની લક્ઝરીયસ બીએમડબલ્યૂ કાર ગિફ્ટમાં આપી છે.
મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સલમાન ખાન પોતાના નજીકના સાથીઓ અને મિત્રોને ગિફ્ટ આપીને ખુશ કરવાની તક છોડતો નથી. હાલમાં જ સલમાન ખાન ‘દબંગ 3’માં સાઉથ સ્ટાર કિચ્ચા સુદીપ સાથે જોવા મળ્યો હતો. કિચ્ચા સુદીપ દબંગ 3માં વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. સલમાને સુદીપના કામથી ઈમ્પ્રેસ થઈ તેને 2 કરોડની લક્ઝરીયસ બીએમડબલ્યૂ કાર ગિફ્ટમાં આપી છે.
બોલીવૂડ અભિનેતા સલમાન ખાન જાતે કાર ચલાવીને સાઉથના સુપરસ્ટાર સુદીપ કિચ્ચાના ઘરે પહોંચ્યો હતો. આ વાતનો ઉલ્લેખ સુદીપે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કર્યો છે. બોલીવૂડ અભિનેતા સલમાન ખાન તરફથી મળેલી ગીફ્ટ મેળવી સુદીપ કિચ્ચા ખૂબ જ ખુશ થયો હતો.
સુદીપે ઈન્સ્ટાગ્રામ પર કારની તસવીરો શેર કરી છે. સુદીપે કહ્યું , જો તમે સારું કામ કરો છો તો તમારી સાથે સારું જ થાય છે. આ લાઈનને સાચી સાબિત કરીને સલમાનસર બીએમડબલ્યૂ M5ની સાથે મારા ઘરે આવ્યા હતાં. આ સુંદર ગિફ્ટ તથા મારા પરિવારને આટલો પ્રેમ આપવા બદલ તમારો આભાર. તમારી સાથે કામ કરવું એ સન્માનની વાત છે. તમે મારા ઘરે આવ્યા તે માટે ઘણો જ આભાર. સલમાન ખાને સાઉથ સ્ટાર સુદીપને આપેલી કારની કિંમત 1.7 કરોડ હોવાનો અંદાજ છે. આ પહેલાં સલમાને કિચ્ચાને પોતાનું જેકેટ પણ ગિફ્ટ કર્યું હતું. કિચ્ચા સાઉથનો જાણીતો એક્ટર છે પરંતુ તેણે બોલિવૂડમાં 'દબંગ 3'થી ડેબ્યૂ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion