શોધખોળ કરો
સલમાનનો પોતાનાથી 32 વર્ષ નાની એક્ટ્રેસ સાથે રોમાન્સ, જાણીતા નિર્દેશકની છે દીકરી, જાણો વિગત
જાણીતા નિર્માતા-નિર્દેશક-અભિનેતા મહેશ માંજરેકર પોતાની નાની પુત્રી સાઇને સલમાનની આગામી ફિલ્મમાં લોંન્ચ કરશે. મહેશની પુત્રી સાઇ સલમાન ખાન સાથે ફિલ્મ 'દબંગ ૩'માં જોવા મળશે

મુંબઇઃ બૉલીવુડનો સુપરસ્ટાર સલમાન ખાન પોતાનાથી 32 વર્ષ નાની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરશે. જાણીતા નિર્માતા-નિર્દેશક-અભિનેતા મહેશ માંજરેકર પોતાની નાની પુત્રી સાઇને સલમાનની આગામી ફિલ્મમાં લોંન્ચ કરશે. મહેશની પુત્રી સાઇ સલમાન ખાન સાથે ફિલ્મ 'દબંગ ૩'માં જોવા મળશે આ ફિલ્મમાં તે સલમાનની પ્રેમિકાના રોલમાં હશે અને સલમાન તેની સથે રોમાન્સ કરશે. આ ફિલ્મમાં સલમાનની પત્નીના રોલમાં સોનાક્ષી સિંહા હશે પરંતુ સોનાક્ષીના યંગ અવતારમાં તે સાઇ સાથે રોમાન્સ કરતો જોવા મળશે તેમ સૂત્રે જણાવ્યું હતું.
આ સૂત્રોએ જણાવ્યું કે, સાઇ અને સલમાન સાથે ઘણા દ્રશ્યોનું શૂટિંગ થયું છે. બન્ને પર એક ગીત પણ પિકચરાઇઝ કરવામાં આવશે. પહેલા એવા સમચાર હતા કે, મહેશની મોટી પુત્રી અશ્વામી સલમાન સાથે ડેબ્યુ કરશે. પરંતુ હાલ તેનો ફિલ્મમાં આવવાનો ઇરાદો નથી તેથી નાની બહેન સાથે સલમાન રોમાન્સ કરશે.
સલમાન ખાન અને મહેશ માંજરેકરની દોસ્તી બહુ જૂની છે. બન્ને સારા મિત્રો છે અને સલમાનની ઘણી ફિલ્મોમાં મહેશ માંજરેકરે અભિનય પણ કર્યો છે. મહેશ માંજરેકર પોતાની પુત્રીને ફિલ્મમાં લોન્ચ કરવા કેટલાય સમયથી મથી રહ્યો છે. સાઈની વય માત્ર 19 વર્ષની છે જ્યારે સલમાન 51 વર્ષનો છે.
આ સૂત્રોએ જણાવ્યું કે, સાઇ અને સલમાન સાથે ઘણા દ્રશ્યોનું શૂટિંગ થયું છે. બન્ને પર એક ગીત પણ પિકચરાઇઝ કરવામાં આવશે. પહેલા એવા સમચાર હતા કે, મહેશની મોટી પુત્રી અશ્વામી સલમાન સાથે ડેબ્યુ કરશે. પરંતુ હાલ તેનો ફિલ્મમાં આવવાનો ઇરાદો નથી તેથી નાની બહેન સાથે સલમાન રોમાન્સ કરશે.
સલમાન ખાન અને મહેશ માંજરેકરની દોસ્તી બહુ જૂની છે. બન્ને સારા મિત્રો છે અને સલમાનની ઘણી ફિલ્મોમાં મહેશ માંજરેકરે અભિનય પણ કર્યો છે. મહેશ માંજરેકર પોતાની પુત્રીને ફિલ્મમાં લોન્ચ કરવા કેટલાય સમયથી મથી રહ્યો છે. સાઈની વય માત્ર 19 વર્ષની છે જ્યારે સલમાન 51 વર્ષનો છે. View this post on Instagram#sonakshisinha today for #dabbang3 shoot #viralbhayani @viralbhayani
વધુ વાંચો




















