શોધખોળ કરો
દીકરી સાથેનો ફોટો શેર કરતાં ટ્રોલ થયો આ એક્ટર, લોકોએ લગાવ્યો આ આરોપ
1/3

સોશિયલ મીડિયા યૂઝર્સ સંજય દત્તને ટ્રોલ કરતા એ યાદ અપાવી રહ્યા છે કે તેની એક મોટી દીકરી પણ છે. સંજય દત્ત પર યૂઝર્સ બંને દીકરીઓ વચ્ચે ભેદભાવ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સંજય દત્તની મોટી દીકરી ત્રિશાલા તેની પહેલી પત્ની ઋચા શર્માની દીકરી છે.
2/3

પહેલી નજરમાં આ તસવીરમાં કોઇ જ ખામી દેખાતી નથી. આ તસવીરમાં સંજય દત્ત એક પ્રોટેક્ટિવ અને સેંસેટિવ પિતા તરીકે જોવા મળી રહ્યો છે. તસવીરમાં નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે લખતા કહ્યું કે, ‘મારી દીકરી મારો ખજાનો છે. હું પ્રાર્થના કરું છું કે દરેક દીકરીને એ પ્રેમ અને કેર મળે જેની તે હકદાર છે.’ જો કે સંજય દત્તની આ વાત લોકોને પસંદ આવી નહીં, કેમ કે સંજય દત્તે ફક્ત પોતાની નાની દીકરી ઇકરા સાથે ફૉટો શેર કર્યો અને પોતાની મોટી દીકરી ત્રિશાલાને ભૂલી ગયો. ના તો સંજય દત્તે ત્રિશાલા સાથે કોઇ ફૉટો શેર કર્યો અને ના તો મેસેજમાં તેનો કોઇ ઉલ્લેખ કર્યો.
Published at : 28 Jan 2019 08:01 AM (IST)
View More





















