માઉસ પબ્લિસીટીનો લાભ ફિલ્મને ત્રીજા દિવસે પણ મળ્યો છે અને આને રવિવારે 46.71 કરોડની કમાણી કરી દીધી છે. આની સાથે જ આ ફિલ્મ ત્રણ દિવસમાં 100 કરોડના ક્લબમાં પણ સામેલ થઇ ગઇ છે.
3/9
4/9
5/9
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 5300 સ્ક્રીન્સ (ભારતમાં 4000 અને ઓવરસીઝમાં 1300) સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે. આ ફિલ્મને રાજકુમાર હિરાનીએ ડાયરેક્ટ કરી છે. રણબીર કપૂર ઉપરાંત ફિલ્મમાં પરેશ રાવલ, મનીષા કોઇરાલા, કરિશ્મા તન્ના, જિમ સર્ભ, વિક્કી કૌશલ, સોનમ કપૂર અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં છે.
6/9
આ ઉપરાંત ડબ ફિલ્મોમાં આ રેકોર્ડ 'બાહુબલી 2'ના નામે હતો. 'બાહુબલી 2'ના હિન્દી વર્ઝને રિલીઝના ત્રીજા દિવસ રવિવારે 46.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, પણ હવે 'સંજુ' આ બન્ને ફિલ્મોની કમાણીનો રેકોર્ડ તોડી પોતાના નામે કરી લીધો છે.
7/9
46.71 કરોડની કમાણી સાથે આ ફિલ્મ બૉલીવુડમાં કોઇ એક દિવસમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. બૉલીવુડની વાત કરીએ તો આ પહેલા આ રેકોર્ડ શાહરૂખ ખાનની ફિલ્મ 'હૈપ્પી ન્યૂ ઇયર'ના નામે હતો, જેને પહેલા દિવસે 44.97 કરોડની કમાણી કરી હતી.
8/9
આ ફિલ્મએ પહેલા દિવસ 34.75 કરોડ, બીજા દિવસે 38.60 કરોડ અને ત્રીજા દિવસે 46.71 કરોડની કમાણી કરી છે. કુળ મળીને ઘરેલુ બૉક્સ ઓફિસ પર આ ફિલ્મએ ત્રણ દિવસમાં કુલ 120.06 કરોડ કમાઇ ચૂકી છે.
9/9
મુંબઇઃ સંજય દત્તની બાયૉપિક 'સંજુ'એ બૉક્સ ઓફિસ પર કમાણીના બધા રેકોર્ડ તોડી દીધા છે. આ ફિલ્મને રિલીઝ થયાના ત્રીજા દિવસે જેટલી કમાણી થઇ છે તેનાથી 'બાહુબલી 2'ની સાથે બૉલીવુડના ત્રણેય ખાનોની ફિલ્મો પાછળ રહી ગઇ છે. રણબીર કપૂર સહિત મલ્ટીસ્ટારર આ ફિલ્મનો રિવ્યૂ અને રેટિંગ એકદમ સારો રહ્યો છે. દર્શકોને પણ ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે, અને તેનું પરિણામ રવિવારના કલેક્શન પરથી જાણી શકાય છે.