શોધખોળ કરો
કાર્તિક આર્યન માટે ધડક્યું સારા અલી ખાનનું દિલ, સોશિયલ મીડિયા પર શેર કરી રોમેન્ટિક તસ્વીર
મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને કાર્તિક આર્યન પોતાની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. સારા અલી ખાને કૉફી વિથ કરણમાં ખુલાસો કર્યો હતો કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા માંગે છે. ત્યારથી જ આ જોડી ચર્ચામાં છવાયેલી રહી છે. ત્યારે હાલમાં એક રોમેન્ટિંક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને લઈને બન્ને ફરી ચર્ચામાં છે.
આ જોડી હાલમાં ફિલ્મ ‘લવ આજકલ-2’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. એવામાં ફિલ્મની શૂટિંગની કેટલિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહી છે. હવે સારાએ ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસ્વીર પર શેર કરી છે. એટલુંજ નહીં કાર્તિકે પણ આ તસ્વીર શેર કરી છે.
તસવીરમાં સારા કાર્તિકના ખબા પર માથું રાખીને ઊંઘતી નજર આવી રહી છે. બન્નેની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં સારા અને કાર્તિક ખૂબજ રોમેન્ટિંક અંદાજમાં નજર આવી રહ્યાં છે. આ જોડીને પ્રશંસકો પણ ખૂબ પસંદ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement