શોધખોળ કરો
શાહરૂખ ખાને ન્હાતા-ન્હાતા આપ્યો આ બોલીવુડ એક્ટ્રેસને જવાબ, જુઓ Video

મુંબઈ: સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાને એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે બાથરૂમમાં છે અને નાહી રહ્યો છે. અને આલિયા ભટ્ટને એક મેસેજ આપી રહ્યો છે. કંઈ વધુ વિચારો એ પહેલા તે બંને પોતાની આવનારી ફિલ્મ ‘ડિયર ઝિંદગી’ માટે એક કેમ્પેન કરી રહ્યા છે. જેમાં તે બંને સોશિયલ મીડિયા પર સવાલ-જવાબ કરી રહ્યા છે. મંગળવારે આ ફિલ્મના ફર્સ્ટ લૂકનું પોસ્ટર રીલિઝ કર્યુ હતું. મંગળવારે આલિયાએ ટ્વિટર પર એક વીડિયો મૂક્યો હતો. જેમાં તેણે પૂછ્યું હતું કે ડિયર ઝિંદગી મંગળવારે હું બહું જ ઉતાવળી અને અધીર હોઉં છું. એટલે પ્લીઝ મને મંગળવારે કંઈક આપ..’
જેના જવાબમાં શાહરૂખે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે બાથરૂમમાં નાહી રહ્યો છે. અને કહે છે કે સારુ. આજે ડિયર ઝિંદગીનું પોસ્ટર આપું છું.#DearZindagi, This Tuesday isn't working for me!! @iamsrk pic.twitter.com/Zi7wQ1nmyw
— Alia Bhatt (@aliaa08) 18 October 2016
This @aliaa08 has no sense of timing. But I have to answer her....wherever I am. Hope the poster helps. #DearZindagi pic.twitter.com/VuNfdbj3dM — Shah Rukh Khan (@iamsrk) 18 October 2016
આ પછી બંનેએ ડિયર ઝિંદગીના ફર્સ્ટ લૂકનું પોસ્ટર શેર કર્યુ હતું.
વધુ વાંચો





















