શોધખોળ કરો
Advertisement
લગ્નના 11 વર્ષ બાદ 52 વર્ષે ફરીથી પિતા બન્યો આ એક્ટર, શાહિદ કપૂર સાથે છે સંબંધ
ઈશાનના પિતા રાજેશ ખટ્ટર અને તેની ત્રીજી પત્ની વંદના સજનાની આીવીએ ટેકનીકથી પેરન્ટ્સ બન્યા છે.
નવી દિલ્હીઃ શાહિદ કપૂરના ભાઈ અને બોલિવૂડના ઉભરાત એક્ટર ઈશાન ખટ્ટરના પિતા રાજેશ ખટ્ટરના ઘરે નવા મહેમાનનું આગમન થયું છે. ઈશાનના પિતા રાજેશ ખટ્ટર અને તેની ત્રીજી પત્ની વંદના સજનાની આીવીએ ટેકનીકથી પેરન્ટ્સ બન્યા છે. રાજેશ ખટ્ટરે ઈશાનની માતા નીલિમા અજીમને છૂટાછેડા આપીને 11 વર્ષ પહેલા વંદના સજનાની સાથે લગ્ન કર્યા હતા અને આ જોડી પ્રથમ વખત પેરન્ટ્સ બન્યા છે. તેમણે પોતાના બાળકનું નામ વનરાજ કૃષ્ણ રાખ્યું છે. તેમના દીકરાનો જન્મ 3 મહિના પહેલા થયો હતો પરંતુ તેમણે આ વાત છુપાવીને રાખી. કારણકે તેમનો દીકરો લાંબા સમય સુધી હોસ્પિટલમાં હતો. હાલમાં જ તેમણે દીકરા સાથે પહેલી જન્માષ્ટમી ઉજવી અને તેઓ ખૂબ ખુશ હતા.
રાજેશ ખટ્ટરે એક વેબસાઈટ સાથે આ વિશે ખુલીને વાત કરી. રાજેશ ખટ્ટરે દીકરાના જન્મ પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું, “આ ખૂબ સારી ફીલિંગ છે. જો કે, આ સફર અમારા માટે સરળ નહોતી. ઘણા મહિના પહેલા ડૉક્ટરે કહ્યું કે, વંદનાના ગર્ભમાં ટ્વિન્સ છે ત્યારે અમે ખૂબ ખુશ હતા. પરંતુ ત્રીજે મહિને તેની હાલત ખરાબ થઈ ગઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. થોડા મહિના બાદ માલૂમ થયું કે બે બાળકોમાંથી એકનો વિકાસ ઓછો થઈ રહ્યો છે. જેના કારણે અમે તેને ગુમાવી દીધું. હવે બીજા બાળકને બચાવવા માટે અમારે તરત જ ડિલિવરી કરાવવાની હતી. ત્યારે 3 મહિના પહેલા અમારા બાળકનો જન્મ થયો.”
રાજેશે કહ્યું, “સર્જરી બાદ મારી પત્ની વંદનાને સાજા થવામાં ઘણો સમય લાગ્યો. સાથે જ અમારા દીકરાને પણ અઢી મહિના NICU (ન્યૂબોર્ન ઈન્ટેસિવ કેર યુનિટ)માં રાખવામાં આવ્યો. અમારો દીકરો અને વંદના બંને કપરી સ્થિતિ હતા. જો કે, બધું જ સારું થઈ ગયું અને આખરે જન્માષ્ટમીએ અમારો કૃષ્ણ ઘરે આવ્યો. આ ઈશ્વરે આપેલી સૌથી સુંદર ભેટ છે.”વંદના પહેલા રાજેશ ખટ્ટરે એક્ટ્રેસ નીલિમા આઝમી સાથે લગ્ન કર્યા હતા. તેમનો એક દીકરો ઈશાન કટ્ટર છે. તો એક્ટર શાહિદ કપૂર રાજેશ ખટ્ટરનો સાવકો દીકરો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement