શોધખોળ કરો
Advertisement
અભિનેત્રીએ કર્યો મોટો ધડાકો, તે 15 વર્ષની હતી ત્યારે એક મોટા સ્ટારે તેના સ્કર્ટમાં હાથ નાખ્યો પછી.........
નાઓમીએ કહ્યું હતું કે, હું એક ઓડિશન માટે ગઈ હતી. ત્યારે એક મોટા સ્ટારે મારા સ્કર્ટમાં હાથ નાખ્યો હતો. મારાં માટે સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, તે સમયે કાસ્ટિંગ ડાયરેક્ટર અને ફેમસ ડાયરેક્ટર પણ ત્યાં હાજર હતાં.
હોલિવૂડમાં પણ યૌન શોષણની ઘટનાઓ અવાર-નવાર પ્રકાશમાં આવતી હોય છે. હોલિવૂડની ફેમસ જાસુસી ફિલ્મ સીરિઝ જેમ્સ બોન્ડમાં અભિનય કરી રહેલી અભિનેત્રી નાઓમી હૈરિસે એક ખુબ મોટા સ્ટાર પર ગંભીર આરોપ લગાવ્યા હતાં. એક સમયે ઓસ્કાર માટે નોમિનેટ થઈ ચૂકેલી અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તે જ્યારે 15 વર્ષની હતી ત્યારે આવી ઘટના ઘટી હતી.
નાઓમીએ કહ્યું હતું કે, હું એક ઓડિશન માટે ગઈ હતી. ત્યારે એક મોટા સ્ટારે મારા સ્કર્ટમાં હાથ નાખ્યો હતો. મારાં માટે સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, તે સમયે કાસ્ટિંગ ડાયરેક્ટર અને ફેમસ ડાયરેક્ટર પણ ત્યાં હાજર હતાં. પરંતુ ત્યાં કોઈએ એક શબ્દ પણ બોલ્યો નહતો. કદાચ બની શકે કે, એ મોટો સ્ટાર હોવાનાં નાતે કોઈએ મોઢું ખોલ્યું ન હોય. સૌથી મોટી વાત એ છે કે, એ શખ્સ હાલમાં પણ ઈન્ડસ્ટ્રીમાં ખુબ ફેમસ છે.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તેણે ઘણી વખત આવા પુરુષોનો સામનો કરવો પડ્યો છે. પરંતુ કેંબ્રિજમાં મળેલી શિક્ષાના કારણે તે દર વખતે બચતી આવી છે.
નાઓમી હૈરિસ જણાવ્યું હતું કે, મને લાગે છે કે આપણાં બધાં પાસે દિમાગ છે. જો આપણે એનો ઉપયોગ કરીએ તો ઘણી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકીએ છીએ. અભિનેત્રી કહ્યું કે, પુરુષો જાણે છે કે તે આવી ઘટના બાદ નહીં બચે પરંતુ એ ક્યારેય આવું કરતા પહેલા વિચારતા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement