શોધખોળ કરો
PM મોદીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં સૌથી પહેલા જોડાઇ ગઇ આ બે હૉટ એક્ટ્રેસ, શેર કર્યા ફિટનેસના ખાસ વીડિયો
કેમ્પેઇનને લઇને બૉલીવુડ સેલેબ્સ પણ તૈયારી સાથે જોશમાં દેખાઇ રહ્યાં છે
મુંબઇઃ નેશનલ સ્પૉર્ટ્સ ડે પ્રસંગે ફિટનેસ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે શરૂ કરવામાં આવી રહેલી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને લઇને દેશભરમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે નવી દિલ્હીથી ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં લૉન્ચ કરશે. હવે કેમ્પેઇનને લઇને બૉલીવુડ સેલેબ્સ પણ તૈયારી સાથે જોશમાં દેખાઇ રહ્યાં છે.
બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને પાયલ રોહતગીએ પીએમના કેમ્પેઇન માટે ખાસ તૈયારી કરી હોય, તેમ બન્નેએ ફિટનેસના વીડિયો શેર કર્યા છે.
એક્ટ્રેશ શિલ્પાએ વીડિયો શેર કરતા લખ્યુ છે કે, "આજકાલની ભાગદોડ વાળી જિંદગીમાં ફિટ રહેવું શ્વાસ લેવા જેટલુ જરૂરી છે. એટલા માટે હું લોકોને અપીલ કરુ છું કે આદરણીય વડાપ્રધાનની @PMOIndiaની મૂવમેન્ટ ફિટ ઇન્ડિયા કેમ્પેઇન સાથે જોડાવો, ફિટનેસને પોતાની જિંદગીની રીત બનાવવાની શપથ લો." વળી, એક્ટ્રેસ પાયલ રોહતગીએ પણ એક વીડિયો શેર કર્યો, તેને પણ વીડિયો મારફતે લોકોને ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો.In today's fast-paced life, being fit is as important as breathing. So, I urge you all to join me in our Hon'ble Prime Minister, @PMOIndia‘s initiative, the ‘Fit India’ campaign. Pledge to make fitness a way of life today.@KirenRijiju @Media_SAI #SwasthRahoMastRaho #FitIndia pic.twitter.com/a1xB682c08
— SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) August 28, 2019
Ram Ram ji ???? With love to haters ???? #PayalRohatgi #FitIndiaMovement #FitIndia pic.twitter.com/glA5u9SvTb
— PAYAL ROHATGI & Team- Bhagwan Ram Bhakts (@Payal_Rohatgi) August 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
બિઝનેસ
Advertisement