'કંગનાએ શું શું ચાટ્યુ છે ત્યારે પદ્મશ્રી મળ્યો છે, તે બધા જાણે છે'- કયા નેતાએ આઝાદી વાળા નિવેદન પર એક્ટ્રેસને ઝાટકી
ગુરુવારે મુંબઇ એરપોર્ટથી નીકળી વખતે શિવસેના નેતા અને સાંસદ કૃપાલ તુમાનેએ કંગના પર નિશાન તાક્યુ, તેમને એક્ટ્રેસની નિંદા કરી.
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતે પોતાના ભીખમાં મળેલી આઝાદી વાળા નિવેદન બાદ હવે મહાત્મા ગાંધીને લઇને કરાયેલી એક પૉસ્ટને લઇને વિવાદોમાં છે. પોતાના નિવેદનોનો લઇને હંમેશા ચર્ચામાં રહેનારી કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ દ્વારા થોડા દિવસો પહેલા મહાત્માં ગાંધી પર નિશાન સાધ્યુ હતુ. તેને કહ્યું હતુ કે આ વાતનુ સબૂત છે કે મહાત્મા ગાંધી ઇચ્છતા હતા કે ભગત સિંહને ફાંસી આપવામાં આવે. એટલુ જ નહીં એક્ટ્રેસે એ પણ દાવો કર્યો કે મહાત્મા ગાંધી તથા અન્ય નેતાજી સુભાષ ચંદ્ર બૉસને અંગ્રેજોને સોંપવાને લઇને સહમત હતા, હવે કંગનાના આ નિવેદનની ચૌતરફી નિંદા થઇ રહી છે.
ગુરુવારે મુંબઇ એરપોર્ટથી નીકળી વખતે શિવસેના નેતા અને સાંસદ કૃપાલ તુમાનેએ કંગના પર નિશાન તાક્યુ, તેમને એક્ટ્રેસની નિંદા કરી. તેમને કહ્યું કે, મહાત્મા ગાંધીજી જો સત્તાના લાલચી હોત તો તે સમયે વડાપ્રધાન શું રાષ્ટ્રપતિ, બધુ બની શકતા હતા. કંગનાને શું કરીને પદ્મશ્રી મળ્યો, કોના પગ ચાટવાથી, શું શું ચાટવાથી આ પદ મળ્યુ છે, એ દિલ્હીના તમામ સાંસદો જાણે છે, ધારાસભ્યો બહુ જ સારી રીતે જાણે છે... આ આવી લેડી વિશે બોલવુ તુચ્છપણુ ગણાશે, આવી તુચ્છ લેડી વિશે હું કંઇજ નથી બોલાવા માંગતો.
#WATCH महात्मा गांधी जी अगर सत्ता के लालची होते तो उस समय प्रधानमंत्री-राष्ट्रपति सब कुछ बन सकते थे। कंगना रनौत को क्या करके पद्म श्री मिला, किसके पांव चाटने से, क्या-क्या चाटने से ये पद मिला है ये दिल्ली के सभी सांसद, विधायक बहुत अच्छे से जानते हैं...: शिवसेना सांसद कृपाल तुमाने pic.twitter.com/luZdgHSpbM
— ANI_HindiNews (@AHindinews) November 18, 2021
Kangana on Mahatma Gandhi: કંગનાએ ગાંધીજીને સત્તાના લાલચી અને ચાલક કહ્યાં, ઇતિહાસ વાંચવાની સલાહ આપતા કહી દીધી આવી વાત
Kangana on Mahatma Gandhi: કંગનાએ બાપુને સત્તાના ભૂખ્યા અને ચાલાક ગણાવ્યા છે. આ પહેલા કંગનાએ ભારતની આઝાદી ભીખમાં મળી હોવાનું નિવેદન કર્યું હતું. કંગના અવિચારી નિવેદનના પગલે જયપુરમાં કોંગ્રેસના એક નેતા દ્વારા કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અભિનેત્રી કંગના રનૌતના બોલ ફરી બગડ્યાં છેય આ વખતે કંગનાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર નિશાન સાધ્યું છે. કંગનાએ સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર બે લાંબા મેસેજ કર્યા છે. એક મેસેજમાં કંગનાએ લખ્યું કે, “તમે ગાંધીજીના પ્રશંસક અથવા નેતાજીના સમર્થક બની શકો છો. તમે બંને ન બની શકો. પસંદ કરો અને નક્કી કરો." કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં લખેલા સંદેશમાં, તેણે બાપુને સત્તાના ભૂખ્યા અને ચાલાક પણ કહી દીધા, આ પહેલા કંગનાએ ભારતની આઝાદીને ભીખ કહી હતી. કંગનાના બગડેલા બોલ સામે રાજસ્થાનની રાજધાની જયપુરમાં કોંગ્રેસના એક નેતા દ્વારા કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગાંધીજીને લઇને કંગનાએ શું લખ્યું
કંગનાએ લખ્યું- "જે લોકો આઝાદી માટે લડ્યાં હતા તે લોકોએ તેમના માલિકોને સોંપી દીધા,, જેમની પાસે ન તો હિંમત હતી કે ન તો લડવાનો જુસ્સો, આ સત્તાના ભૂખ્યા અને ચાલાક લોકો હતા. તેમણે જ શીખવ્યું હતું કે જો કોઈ તમારા એક ગાલ પર થપ્પડ મારે તો તેની સામે બીજો ગાલ ધરવો, આ રીતે તો આઝાદી નહી ભીખ જ મળે.
બીજી પોસ્ટમાં કંગના શું લખ્યું
કંગના રનૌતે પોતાની બીજી પોસ્ટમાં લોકોને ઈતિહાસ વિશે જાણવાની શીખ આપતા લખ્યું કે, ગાંધીજી ભગત સિંહને ફાંસી પર લટકાવવા માંગતા હતા. કંગનાએ લખ્યું, "ગાંધીએ ક્યારેય ભગત સિંહ અને નેતાજીનું સમર્થન કર્યું નથી. એવા ઘણા પુરાવા છે જે દર્શાવે છે કે ગાંધીજી ભગતસિંહને ફાંસી આપવા માંગતા હતા. એટલા માટે આપને પસંદ કરવું પડશે કે આપને કોની પસંદગી કરવી છે. કારણે કે, દર વર્ષે તેમને ની જન્મજયંતિ પર યાદ રાખવા પૂરતું નથી. સાચું કહું તો, આ માત્ર મૂર્ખતા નથી પણ ખૂબ જ બેજવાબદાર અને ઉપરછલ્લું વર્તન છે. લોકોને ઈતિહાસ અને ખાસ કરીને તેમના પસંદ કરેલા હીરોના ઇતિહાસની જાણકારી હોવી જોઇએ