શોધખોળ કરો
Race 3માં આ 9 Mistakes જોઈ તમે પણ હસી પડશો

1/10

આ સીનમાં જેકલીન શખસને હાથ પણ નથી લગાવતી પરંતુ તે હવામાં દૂર ફંગોળાઈને પડે છે.
2/10

સંજના કિક મારે છે અને પહેલાથી જ તૂટેલા કાચ સાથે શખસ ટકરાઈ જાય છે.
3/10

જ્યારે કાર ટકરાવાની હોય છે, તો કારમાં બે લોકો બેસેલા દેખાય છે. પરંતુ કાર જ્યારે નજીક આવે છે ત્યારે તે એક શખસ ગાયબ થઈ જાય છે.
4/10

રેસ 3ના એક્શન ટ્રેલરમાં આ સીન જોવા મળે છે. સલમાન બાઈક પર આગળ ભાગી રહ્યો હોય છે અને તેની પાછળ ગુંડાઓ હોય છે. આ સીનમાં ઝાડને અડક્યા વિના જ ગુંડાઓની ગાડી આપમેળે ઉડી જાય છે.
5/10

રેસ 3ની ટીમે મળીને 100 મિલિયન ડોલરની નોટ બનાવી દીધી.
6/10

જે ડ્રેસને સંજના ચાકૂ મારીને ફાડે છે, તે પહેલાથી જ ફાટેલો હોય છે.
7/10

અન્ય એક સીનમાં સૂરજ બંને કારની બેકસીટ પર ગોળી મારે છે. નિયમ મુજબ કાર્સે બેલેન્સ ગુમાવી દેવું જોઈએ અથવા પછી ડ્રાઈવરે કારને આગળ દોડાવવા માટે સંઘર્ષ કરવો જોઈએ, પરંતુ ગોળી વાગવાની થોડી સેકન્ડ બાદ કારમાં વિચિત્ર હરકત થાય છે અને આગળ જઈને આપમેળે પલટી મારી જાય છે.
8/10

એ જ સીનમાં નિશાના પર માત્ર એક જ કાર બતાવાય છે, પરંતુ ફ્રેમ ચેન્જ થવા પર આપમેળે બીજી કાર પ્રગટ થઈ જાય છે. પહેલા જ્યાં રોકેટ એક જ કારને નિશાનો બનાવી રહ્યું હતું હવે બે રોકેટ અને બે કાર થઈ જાય છે.
9/10

ફિલ્મના ટ્રેલરમાં જ ભૂલ છે. તેમાં સલમાન ખાન ઉર્ફે સિકંદર હાથમાં રોકેટ લોન્ચર લઈને દેખાય છે, થોડું પુશ કરે છે અને રોકેટ લોન્ચ કરે છે. પરંતુ રોકેટ્સની દિશા સ્પષ્ટ દેખાય છે કે તે ઉપરની બાજુ છે અને આગલા જ સીનમાં આ રોકેટ એકદમ સીધી દિશામાં જઈને કારને બ્લાસ્ટ કરે છે.
10/10

મુંબઈઃ સલમાન ખાનની ધમાકેદાર એક્શન ફિલ્મસ રેસ 3 હાલમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સલમાન ખાનથી લઈને બોબી દેઓલ દરેકનો ધમાકેદાર એક્શન અવતાર જોવા મળ્યો છે. એક બાજુ ફિલ્મના વખાણ પણ થઈ રહ્યા છે તો બીજી બાજુ તેની ટીકા પણ કરવામાં આવી રહી છે. દર્શકો તરફથી ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. રેક સીન પર સીટી અને તાળીઓ વાગે છે. સ્પષ્ટ છે કે સલમાનના ફેન્સ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે પરંતુ રેસ 3 જેવી એક્શન પેક્ડ ફિલ્મમાં પણ એવી ભૂલો રહી ગઈ છે જેના વિશે જાણીને તમે હસવા લાગશો. જોકે આ ભૂલ સરળતાથી ઓડિયન્સની નજરમાં આવે એવી નથી. અમે તમને અહીં રેસ 3ની એવી 9 ભૂલો વિશે કહી રહ્યા છીએ, જે તમે સરળતાથી પકડી શકો છો.
Published at : 19 Jun 2018 07:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
દુનિયા
Advertisement
