શોધખોળ કરો
Advertisement
શાહીન બાગ ફાયરિંગ પર ભડકી આ બોલિવૂડ એક્ટ્રેસે, કહ્યું- ‘જો તમે હિંદુ હો તો...’
સોનમ કપૂરના આ ટ્વિટ પછી ઘણા લોકોએ તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના પર સવાલો પણ ઉઠાવ્યા હતા.
નવી દિલ્હીઃ ફિલ્મ એક્ટ્રેસ સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર દિલ્હીના શાહીનબાગ વિરોધ દરમિયાન થયેલ ગોળીબાર પર પોતાની વાત રાખી છે. વાત કરવાની સાથે તેણે ફેન્સના સવાલોના જવાબ પણ આપ્યા. તેણે એક વિષય પર પોતાની કહેતા ‘ફેંક હિંદુ’ શબ્દનો પ્રયોગ કર્યો.
સોનમ કપૂરે ટ્વીટમાં લખ્યું, ‘મેં એવું ક્યારેય સપનું જોયું ન હતું કે આવું પણ ભારત હશે. આ પ્રકારની ભાગલાની રાજનીતિ કરવાનું બંધ કરવું જોઈએ. આ નફરત વધારે છે. જો તમે તમારી જાતને હિંદુ કહો છો તો તમારે કર્મ અને ધર્મ વિશે સમજવું જોઈએ અને આ તેનો ભાગ નથી.’This is something that I never imagined would happen in India. Stop this divisive dangerous politics. It fuels HATE. If you believe yourself to be a Hindu then understand that the religion is about Karma and dharma and this is not either of those. https://t.co/nAZcUX6p7o
— Sonam K Ahuja (@sonamakapoor) February 1, 2020
સોનમ કપૂરના આ ટ્વિટ પછી ઘણા લોકોએ તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના પર સવાલો પણ ઉઠાવ્યા હતા. તેમ છતાં સોનમ કપૂરે પણ પીછેહઠ ના કરી અને બધાને જડબાતોડ જવાબ આપ્યા છે. કોઈ લોકોએ કહ્યું કે, મગજ ન હોય તો ઉપયોગ ન કરવો અને બીજા કોઈએ લખ્યું કે, તો દેશ છોડીને જતી રે. આવી રીતે લોકોએ સોનમની મજાક કરી છે.जब दिमाग़ ख़ाली हो तो उसे use नहीं करना चाहिए!ये सब planned drama है!अगर पॉलिटिक्स आती ना हो तो करनी नहीं चाहिए!
— Gabbar (@Gabbarreturns) February 1, 2020
જામિયાનગરમાં CAA સામે વિરોધ કરી રહેલા લોકો પર ફાયરિંગના બે દિવસ બાદ શનિવારે શાહીનબાગમાં ફાયરિંગ થયું હતું. એક શખ્સે CAAનો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું સ્થળથી થોડે જ દૂર હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને ત્યાં ભાગદોડ થઈ હતી. જો કે, પોલીસે સ્થાનિક લોકોની મદદથી ફાયરિંગ કરનારને ઝડપી લીધો હતો. આસપાસના લોકોએ જણાવ્યું કે, જ્યારે પોલીસ તે શખ્સને લઈને જઈ રહી હતી તો તે ‘જય શ્રીરામ’ના નારા લગાવતો હતો. જ્યારે લોકોએ તેને આમ કરવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું, “આપણા દેશમાં માત્ર હિંદુઓનું ચાલશે બીજા કોઈનું નહીં.”Truly disgusting, now condemn this too.https://t.co/j5Otqz6KBQ
— BROSKI (@xDDDGuy) February 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement