શોધખોળ કરો
વરૂણ-શ્રદ્ધાની ફિલ્મ ‘Street Dancer 3D’ને મળી બમ્પર ઓપનિંગ, જાણો પ્રથમ દિવસે કેટલી કરી કમાણી
ફિલ્મના નિર્દેશક રેમો ડિસૂઝા છે. ફિલ્મમાં વરુણ ધવન સાથે શ્રદ્ધા કપૂર, પ્રભુદેવા, નોરા ફતેહી, અપારશક્તિ ખુરાના, ધર્મેશ, રાઘવ, પુનીત સહિત અનેક કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં છે.

મુંબઈ: વરુણ ઘવન અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડીએ પ્રથમ દિવસે શાનદાર કમાણી કરી છે. પ્રથમ દિવસે કુલ 10.26 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. આ ફિલ્મ તરફથી સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે ફિલ્મ બીજા અને ત્રીજા દિવસે પોતાની કમાણી યથાવત રાખી શકે છે કે નહીં. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કમાણીના આંકડા જાહેર કરતા કહ્યું કે ફિલ્મની કમાણીના આંકડા તેનાથી વધારે હોવા જોઈતા હતા. આ એક યૂથ સેન્ટ્રિક ફિલ્મ છે. એવામાં કમાણીના આંકડા બહેતર હોઈ શકે છે.
ફિલ્મ 3700 જેટલી સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મનું બજેટ લગભગ 70 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ વર્ષ 2013માં આવેલી ફિલ્મ એબીસીડીનો ત્રીજો ભાગ છે. ફિલ્મના નિર્દેશક રેમો ડિસૂઝા છે. ફિલ્મમાં વરુણ ધવન સાથે શ્રદ્ધા કપૂર, પ્રભુદેવા, નોરા ફતેહી, અપારશક્તિ ખુરાના, ધર્મેશ, રાઘવ, પુનીત સહિત અનેક કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં છે.#StreetDancer3D opens in double digits on Day 1... Should’ve collected higher, since youth-centric films, generally, open big... Biz affected in #Mumbai circuit due to #Tanhaji wave... Big growth on Day 2 and 3 essential for a strong total... Fri ₹ 10.26 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) January 25, 2020
વધુ વાંચો





















