શોધખોળ કરો
Advertisement
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનનની ફિલ્મ 'પુષ્પા'માં બોલીવૂડ અભિનેતા સુનિલ શેટ્ટીની એન્ટ્રી ?
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની એક્શન ફિલ્મ 'પુષ્પા' ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે.
મુંબઈ: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની એક્શન ફિલ્મ 'પુષ્પા' ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં અલ્લુ એકદમ ખતરનાક લૂકમાં જોવા મળે છે. સૂત્રોની જાણકારી અનુસાર આ ફિલ્મમાં બોલિવૂડની ફિલ્મોના એક્શન હીરો સુનિલ શેટ્ટી વિલનની ભૂમિકામાં જોવા મળી શકે છે.
જોકે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મ 'પુષ્પા' હિન્દી સહિત પાંચ અન્ય ભાષાઓમાં એક સાથે રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર ગરુએ કર્યું છે. 'પુષ્પા' તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે.
અલ્લુ અર્જુન પુષ્પામાં એક તસ્કરની ભૂમિકા નિભાવી રહ્યો છે. સુપર ડિલક્સ સ્ટાર વિજય શેથુપતિ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે જ્યારે રશ્મિકા મંદાના ફિલ્મમાં અલ્લુ અર્જુનની પત્નીની ભૂમિકામાં જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement