શોધખોળ કરો
બોલીવૂડમાં સફળતા બાદ મલયાલમ ફિલ્મમાં ડેબ્યૂ કરશે સની લિયોન
1/3

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી સની લિયોન મલયાલી ફિલ્મોમાં ડેબ્યૂ કરશે. સોશયલ મીડિયા સ્ટાર પ્રિયા પ્રકાશને તેની ફિલ્મનાં ગીતથી હિટ કરનાર ડાયરેક્ટરની ફિલ્મ સની લિયોને સાઇન કરી છે. મલયાલમ ફિલ્મોનાં ડાયરેક્ટર ઉમર લુલુએ તેની ફિલ્મ 'ઉરૂ અડાર લવ'નાં એક વાઇરલ વીડિયોથી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશને દેશભરમાં ઓળખ અપાવી હતી. હવે ખબર છે કે સની લિયોન નિર્દેશક ઉમરની સાથે તેમની આગામી એક ફિલ્મમાં કામ કરશે. આ સાથે સની મલયાલી ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.
2/3

સનીની આ અનટાઇલ્ડ ફિલ્મ કલરફુલ કોમેડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સનીએ ફિલ્મ સાઇન કરી લીધી છે. જોકે, ડારેક્ટરને જ્યારે પુછવામાં આવ્યો તો તેમણે કમેન્ટ કરવાનો ઇન્કાર કરી દીધો છે.
Published at : 04 Aug 2018 01:34 PM (IST)
Tags :
Sunny LeoneView More





















