શોધખોળ કરો
નાગરિકતા સંશોધન બિલ પર ભડકી આ બોલિવૂડ એક્ટ્રેસ, કહ્યું- હેલો હિંદુ પાકિસ્તાન.....
નાગરિકાત સંશોધન બિલ સાત કલાકથી વધારેની ચર્ચા બાદ મોડી રાત્રે લોકસભામાં પસાર થયું.
![નાગરિકતા સંશોધન બિલ પર ભડકી આ બોલિવૂડ એક્ટ્રેસ, કહ્યું- હેલો હિંદુ પાકિસ્તાન..... swara bhaskar tweeted on cab said jinnah has been reborn નાગરિકતા સંશોધન બિલ પર ભડકી આ બોલિવૂડ એક્ટ્રેસ, કહ્યું- હેલો હિંદુ પાકિસ્તાન.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/10112338/2-swara-bhaskar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે નાગરિકતા સંશોધન બિલને લઈને વિરોધ નોંધાવ્યો છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે, ધર્મ નાગરિકતાનો આધાર ન હોઈ શકે. સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેતી સ્વરા ભાસ્કરે કહ્યું “(ભારતમાં).... ધર્મ નાગરિકતાનો આધાર ન હોઈ શકે. ધર્મ ભેદભાવનો આધાર ન હોઈ શકે. અને રાજ્ય ધર્મના આધારે નિર્ણય ન લઈ શકે. નાગરિકતા સંશોધન બિલે મુસલાનોને સ્પષ્ટ રીતે બહાર રાખ્યા છે.”- NRC/CAB પ્રોજેક્ટમાં જિન્નાનો પુનર્જન્મ થયો છે. હેલો હિંદુ પાકિસ્તાન!”
ઉપરાંત તેણે એક વધુ ટ્વીટ કર્યું. તેણે લખ્યું, “હું નથી ઈચ્છતી કે મારી મેહનતની કમાણી ટેક્સ તરીકે આ બીમાર NRC/CAB યોજના પર ખર્ચ થાય.”
નાગરિકાત સંશોધન બિલ સાત કલાકથી વધારેની ચર્ચા બાદ મોડી રાત્રે લોકસભામાં પસાર થયું. બિલની તરફેણમાં 311 મત અને વિરોધમાં 80 મત પડ્યા છે. તમને જણાવીએ કે, નાગરિકતા સંશોધન બિલનો પૂર્વોત્તરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. પૂર્વોત્તર રાજ્યોના સ્વદેશી લોકના એક મોટા વર્ગને લાગે છે આ નાગરિકતા બિલ દ્વારા જે શરણાર્થિઓને નાગરિકતા મળશે. તેનાથી તેની ઓળખ, ભાષા અને સંસ્કૃતિ ખતરામાં પડી જશે. પૂર્વોત્તાર રાજ્યોના મૂળ નિવાસીઓનું માનવું છે કે, આ બિલ આવતા જ તે પોતાના જ રાહ્યમાં અલ્પસંખ્યક બની જશે અને બિલથી તેમની ઓળખ અને આજીવિકાને જોખમાશે.I do not want my hard earned money as a taxpayer to be spent in funding this sick bigoted NRC/CAB project! #CAB #CABAgainstConstitution #CABBill #NRCBill #IndiaAgainstCAB
— Swara Bhasker (@ReallySwara) December 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)